ગુજરાતના સનદી અધિકારીઓ માટે કેન્દ્રમાં ચાવીરૂપ પદ માટે હકારાત્મક પરિસ્થિતિ
સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી પી.કે.પૂજારી બન્યા છે.
અસલમાં અત્યારે સેન્ટ્રલમાં ગુજરાતના આઈએએસ અધિકારીઓ માટે પેલી ગુજરાતી કહેવત “મોસાળે મા પીરસનાર જેવી હકારાત્મક પરિસ્થિતિ નિર્માણ પામી છે. તેી કહી શકાય કે, ગુજરાતના સનદી અધિકારીઓ દિલ્હીમાં મોદી સરકારના રાજમાં પામવા ધસારો કરી રહ્યાં છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી કમિશનના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી પી.કે.પૂજારીને નિમણૂંક અપાયા બાદ કેન્દ્રમાં ૧૭માં ગુજરાતી આઈએએસ ઓફિસરને મુકવામાં આવ્યા છે.
આમ, કેન્દ્રમાં ગુજરાતી સનદી અધિકારીઓનો અત્યારે “જય હો ઈ ગયો છે. પી.કે.પૂજારી ૧૯૮૧ ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ જૂન ૨૦૧૭માં વિધિવત નિવૃત યા હતા તેમણે યુનિયન પાવર સેક્રેટરી તરીકે વર્ષો સુધી સફળતાપૂર્વક સેવા આપી છે.
હવે તેમને ફરી સેવામાં લેવામાં આવ્યા છે. જે તેમના માટે ગૌરવની વાત છે. હવે તેઓ સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી રેગ્યુલટરી કમિશન (સીઈઆરસી)ના ચેરમેન પદે પોતાની સેવા આપશે. તેઓ કેન્દ્રમાં છેલ્લા ૩ વર્ષમાં ચાવી‚પ પદ મેળવનારા ૧૭માં ગુજરાતી આઈએએસ અધિકારી બન્યા છે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે ૨૦૧૨માં પી.કે.પૂજારી કોમર્શીયલ ટેકસ કમિશનર હતા.
મોસાળે માઁ પિરસનાર…
કોને કેન્દ્રમાં મૂકાયા ?
(૧) પી.કે.મિશ્રા
(૨) એ.કે.શર્મા
(૩) તપન રોય
(૪) રાજેશ કિશોર
(૫) એચ.કે.દાસ
(૬) જી.સી.મારુ
(૭) રાજ કુમાર
(૮) આર.પી.ગુપ્તા
(૯) વી.રિુવરન
(૧૦ સુધીર માંકડ
(૧૧) અટલ ચક્રવર્તી
(૧૨) રાજેન્દ્ર કામદાર
(૧૩) હાર્દિક શાહ
(૧૪) કે.શ્રીનિવાસ
(૧૫) અનિતા કરવલ
(૧૬) ડી.જે.પ્રકાશ