જસદણ મત વિસ્તારમાં જે નેતાઓએ ગ્રાન્ટો ફાળવી તેમને ચૂંટણીમાં આગળ ન કર્યા તે ભૂલ
ઘણા નેતાઓએ ચુંટણી દરમિયાન પોતાના અંગત સ્વાર્થ માટે રાજકીય રોટલા શેકયા હોવાથી અવસરભાઇ નાકિયાને હારવાનો સ્વાદ ચાખવો પડયો હોવાનુંં જસદણ પેટા ચુંટણી વિશે પ્રતિક્રિયા આપતા જીલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમીતીના ચેરમેન બાલુભાઇ વિંઝુડાએ જણાવ્યું હતું.
જીલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઇ વિંઝુડાએ વધુમાં ઉમેર્યુ કે જસદણ પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ અવસરભાઇ નાકિયાનો પ્રચાર કરવાને બદલે પોતાનો અંગત પ્રચાર કર્યો હતો.
આ તકે સ્થાનીક આગેવાનો કે જેઓ જસદણ મત વિસ્તારમાં ગ્રાન્ટની ફાળવણી કરે છે. જસદણના લોકોનાં કામ માટે બનતા પ્રયાસો કરે છે. તેઓએ સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા હતા. આવા આગેવાનોને આગળ રાખવાને બદલે ઘણા નેતાઓએ આગળ આવીને પોતાના અંગત રાજકીય રોટલા શેકયા હતા. પ્રચાર પ્રસાર વખતેની આ ભુલના કારણે અવસરભાઇ નાકિયાની હાર થઇ છે.