પૂર્વ ધારાસભ્ય, પ્રથમ નાગરીક, શિક્ષણ સમીતીના ચેરમેન સહિતનાઓએ કર્યુ મતદાન
આજે લોકશાહીના મહા પર્વના દિવસે ઉપલેટાના વિવિધ ક્ષેત્રના મહાભુવાઓએ સહપરિવાર સાથે પોતાના બુથ ઉપર જઇ પોતાના મતાધીકારનો ઉપયોગ કરી બંધારણની ફરજ અદા કરી હતી.
સર્વ પ્રથમ પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રાએ વલ્લભ વિદ્યાલય શાળા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને પોતાની ફરજના ભાગ રૂપે મતદાન કરવા સંદેશો આપ્યો હતો.
શહેરના પ્રથમ નાગરીક મયુર સુવાએ બસ સ્ટેન્ડ પાસે આવેલ શિઘર શાળા ખાતે બુથ નં. 10ર ઉપર મતદાન કરી લોકશાહી પર્વમાં સદભાગી બન્યા હતા.
નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયાએ સહપરિવાર સાથે વલ્લભ વિદ્યાલય સ્કુલ ખાતે બુથ નં. 110 ઉપર જઇ મતદાન કરેલ હતું.
સહકારી ક્ષેત્રમાં અગ્રણી અને આર.ડી.સી. બેંકના ડિરેકટર હરિભાઇ ઠુમરે વલ્લભ વિદ્યાલય સ્કુલ સજોડે મતદાન કરી ભાજપના ઉમેદવારની જીત ની આશા વ્યકત કરી હતી.
જીલ્લાના ભાજપના ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ ભાયાવદર ગામે કુમાર તાલુકા શાળામાં બુથ નં. 16 ઉપર જઇ પોતાની મતદાનની ફરજ અદા કરી હતી શહેરના યુવા અને સેવાભાવી નગર સેવકે મનોજભાઇ નંદાણીયાએ મ્યુનિ. આર્ટસ કોલેજમાં જઇ 118 નંબર બુથ ઉપર મતદાન કર્યુ હતું. જયારે માકેટીંગ યાર્ડના સેક્રેટરી રાજ ઘોડાસરા એ વી.પી. ઘેટીયા સ્કુલ ખાતે સજોડે જઇ બુથ 107 મતદાન કર્યુ હતું. શહેરના સેવાભાવી નગર સેવક દંપતિ જીજ્ઞાબેન અને જીજ્ઞેશભાઇ વ્યાસે ટાવર વારા બિલ્ડીંગમાં તાલુકા શાળા ખાતે 88 નંબરના બુથ ઉપર મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.