વર્તમાન સમયે રાજકોટમાં લોકડાઉનની અમલવારીના કારણે શેરી ગલીઓમાં સુમસામ માહોલ જોવા મળી રહ્યો છે. ઘરમાં રહી લોકો મૂવી જોઈ, ગેમ રમી, વાનગીઓ બનાવી, ભાષા જ્ઞાન મેળવી ઈન્ટરનેટ સર્કિટ કરીને પોતાનો સમય પારીત કરી રહ્યા છે. જોકે કેટલાક લોકો એવા પણ છે કે જેઓ કપરા સમયમાં બહાર લટાર મારવા નિકળે છે. આવા લોકોને શહેરનાં વિવિધ તેમના આગેવાનોએ શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડયા છે. આગેવાનો ઘરમાં રહીને સમય પસાર કરવા સારા સાહિત્યનું વાંચન કરે છે. કલાસીક ફિલ્મો જુએ છે તો કોઈ રસોઈ બનાવતા શિખી રહ્યા છે. લોકડાઉનની સમયનો સદઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે આગેવાનોએ ઉતમ દાખલા બેસાડયા છે.
લોકડાઉન બાદ ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે ઉજળી તક: કિરીટ આદ્રોજા
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર તરીકે ઉપસી આવ્યું છે ત્યારર ઔદ્યોગિક ક્ષેત્રે પણ રાજકોટ અગ્રેસર છે ત્યારે પંપ ક્ષેત્રે સમગ્ર ભારતમાં એંજલ પંપ પ્રસિદ્ધિ ધરાવે છે. એંજલ પંપના મેનેજીંગ ડિરેકટર કિરીટભાઈ આદ્રોજાએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે હાલ તો હું પણ લોક ડાઉન છું. આ પરિસ્થિતિ ને હકારાત્મક અને નકારાત્મક બન્ને રીતે જોઈ શકાય છે. જે લોકો સતત કામ ની વ્યસ્તતા ને કારણે પરિવારને સમસ્ય નથી આપી શકતા તેમના માટે હાલનો સમય એક તક છે જેમાં તેઓ પોતાના વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવનને બેલેન્સ કરી શકે છે. હું મારી પોતબી જ વાત કરું તો
આ દિવસો દરમિયાન હાલ હું સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યો છું. દરરોજ યોગા – વ્યાયામ કરી રહ્યો છું. ઉપરાંત અનેકવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન કરી જ્ઞાન ભંડોળ વધારી રહ્યો છું તેમજ પરિવાર સાથે અનેકવિધ ઇન્ડોર ગેમ રમી સમય પસાર કરી રહ્યો છું. આ તકે તેમણે વ્યવસાય વિશે જણાવતા કહ્યું હતું કે અમારી કંપની સર્વર બેઝડ છે જેના કારણે કર્મચારીઓ ઘરે બેઠા કાર્ય કરી શકે છે, હું પણ ઘેર બેઠા જ તમામ કામગીરીઓ નિહાળી શકું છું, તેમણે કહ્યું હતું કે મને કહેતા આનંદ થાય છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ કંપની સર્વર બેઝડ હોવાથી તમામ કર્મચારીઓનો પગાર સમયસર કરી શક્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોક ડાઉન બાદ તમામ ઉદ્યોગ ક્ષેત્રમાં કર્મચારીઓની ઘટ થશે તેવી શકયતા સેવાઇ રહી છે ત્યારે મારો એક પણ કર્મચારી અમારા થી દૂર નથી થયો તે જણાવતા પણ મને આંનદ થાય છે કેમકે અમારો કર્મચારી અમારા પરિવારનો ભાગ છે તેવા વાતાવરણમાં અમે પ્લાન્ટ ચલાવીએ છીએ. ઉપરાંત અમારા પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતો તમામ રો મટીરીયલ તદ્દન નજીવી સ્થળો થી મંગાવામાં આવે છે જેના પરિણામે અમને રો મટીરીયલ ની તંગિની પણ કોઈ સમસ્યા નથી. તે સિવાય ડિસ્ટ્રીબ્યુસન ચેઇન તમામ ઉદ્યોગ માટે અતિ મહત્વપૂર્ણ હોય છે ત્યારે અમારી ડિસ્ટ્રીબ્યુશન ચેઇન આવી પરિસ્થિતિમાં પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. તેમણે હાલની સાંપ્રત પરિસ્થિતિમાં ઉદ્યોગકારોને સંદેશ આપતા કહ્યું હતું કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, ફક્ત પરિવાર સાથે રહી પારિવારિક સમય વિતાવવાનો સમય છે અને લોક ડાઉન બાદ ભારતમાં ઉદ્યોગો માટે ખૂબ ઉજળી તક રહેલી છે તેવું મારુ માનવું છે.
આવનારો સમય ઉદ્યોગો માટે બની રહેશે અત્યંત મહત્વપૂર્ણ: વીનીત બેડીયા
સિલ્વર પંપના વીનીતભાઇ બેડીયાએ લોકડાઉન અને લોકડાઉન બાદ ઉઘોગોની સ્થિતિ વિશે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલનો સમય ઉઘોગો માટે ખુબ જ કપરો છે અને આવનારો સમય અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આ તકે યુવા ઉઘોગકાર વીનીતભાઇએ માહીતી આપતા જણાવ્યું હતું કે, તેમની કંપનીને એક વિશેષ તક મળી છે. જેમાં તેઓ જયોતિ સીએનસી દ્વારા બનાવવામાં આવેલા વેન્ટીલેટર માટે મોટર બનાવવાનું કામ કરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલના લોકડાઉનથી જે ડીસ્ટ્રીબ્યુશન ચેન બનાવવામાં આવી છે, તે ખોળવાઇ ગયેલી છે સાથો સાથ પરીવહનનો પ્રશ્ર્ન પણ ચિંતાનો વિષય બનશે. લોકડાઉનથી સ્ટાફને લઇ આવનારા સમયમાં ઉઘોગોને ઘણી તકલીફોનો સામનો કરવો પડશે. ઉઘોગોને બેઠો કરવા અને ધમધમતો કરવા સરકારે ઘણી ખરી રીતે મદદ કરવાની પણ તાતી જરૂરીયાત ઉભી થઇ છે. અંતમાં તેઓએ માહીતી આપતા જણાવ્યું હતું કે, આ મહામારીના સમયમાં ઉઘોગો અને ઉઘોગપતિઓ સરકારને સાથ આપવાની જરુર છે જેથી દેશને આ સંકટના સમયમાંથી બચાવી શકાઇ.
ડર રાખ્યા વગર સાવચેતી રાખીને કોરોના પર વિજય મેળવી શકાય છે: ડો. જયેશ ડોબરીયા
સૌરાષ્ટ્રની અગ્રણી કોર્પોરેટર હોસ્પિટલ એવી રાજકોટની સીર્નજી હોસ્પિટલનાં ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો.જયેશ ડોબરીયાએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોનાએ ફેફસાનો રોગ છે. જેમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડોકટરની જરૂર પડતી હોય છે. હાલમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડોકટરની મોટી ભૂમિકાક રહેલી છે. હાલમાં અમારી હોસ્પિટલમાં ઈમરજન્સીમાં તાવથી માંડીને દરેક પ્રકારનાં રોગોની સારવાર ૨૪ કલાક અને સાતેય દિવસ એમ.ડી. ડોકટર દ્વારા સારવાર આપવામા આવે છે. લોકોને ચેપ ન લાગે તે માટે સરકારનાં આદેશનું પાલન કરીને રૂટીન ઓપીડી બંધ કરવામાં આવી છે. આપણા દેશમાં સામાન્ય રીતે એક દર્દી સાથે સગા વ્હાલાઆવે જ છે. તો તેવોને ચેપ ન લાગે તે જોવું પણ ડોકટરની ફરજ છે. જેથી સાવ સામાન્ય રોગોની ઓપીડી બંધ કરવામાં આવી છે. જે ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે. તે તમામ સારવારમાં દર્દીઓ સાથે સોશ્ય ડીસટન્ટ રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. અમારી હોસ્પિટલમાં છેલ્લા ૧૪ દિવસથી ચાર કોરોનો પોઝીટીવ કેસોની સારવાર પણ કરી રહ્યા છે. તેમનો ચેપ બીજાને ન લાગે તો તેના માટે અલગ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
હાલમાં ઓપીડીમાં પણ જરૂર હોય તેટલા જ ડોકટરને બોલાવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાનાં દર્દીને સારવાર અપાતી હોય ત્યાર ડોકટર સહિત હોસ્પિટલના દરેક સ્ટાફે કાળજી રાખવી જોઈએ તેવી ઈન્ટરનેશનલ લેવલની માર્ગદર્શિકાને સિનર્જી હોસ્પિટલમાં ફોલો કરવામાં આવે છે. તેમ જણાવીને ડા. ડોબરીયાએ ઉમેર્યું હતુ કે કોરોનાના દર્દીની સારવાર દરમ્યાન પર્સનલ પ્રોટેકટીવ કીટ, એન. ૯૫ માસ્ક, ગ્લોઝ, શુ કવર, પહેરવામાં આવે છે. આઈસોલેશન આઈસીયુ વોર્ડ એવી રીતે તૈયાર કરેલો છે. કે જેમાં નેગેટીવ પ્રેશર હોય છે. દર્દી જે રૂમમાં હોય ત્યાંથી બહારથી હવા અંદર આવે પરંતુ અંદરની હવા બહાર ન જઈ શકે આ દર્દી પાસે પહોચવા ચાર દરવાજા પસાર કરીને જ પહોચી શકાય. કોરોનાને લઈને સામાન્ય લોકોમાં ખૂબજ ડર છે.પરંતુ ખરેખર કોરોનાની સાવચેતી રાખવાથી કોઈપણ પ્રશ્ર્ન ઉદભવતો નતી અમારે સ્ટાફ હકારાત્મક અભિગમ ધરાવે છે. કોઈપણ ચેપી રોગની અમુક લેવલ સુધી માત્રશ ન ઘટી જાય ત્યાં સુધી અમુક કાળજી લેવી જરૂરી છે.
કોરોનાને ફેલાતો અટકાવવા સૌ સમજી પાલન કરે તો કોરોનાને હરાવી શકાશે તેમ જણાવીને ડો. ડોબરીયાએ ઉમેર્યું હતુ કે જયારે થોડો સમય નવરાશનો મળે છે. ત્યારે એ સૌરાષ્ટ્ર ભરનાં પેરામેડીકલ સ્ટાફ ને ટ્રેનીંગ આપે છે. ઉપરાંત અનેક સેમીનારમાં પણ ભાગ લે છે. ઉપરાંત ફ્રેસ થવા માટે ફિલ્મો પણ જોવ છું કોરોના અંગે મીડીયા દ્વારા સાવચેતી અંગેની માહિતીઓ ફેલાવાઈ રહી છે. તે ખૂબજ સારી બાબત છે.લોકોએ મનમા ડર ન રાખ્યા વગર સાવચેતીના પગલ લઈ ઘરમાં જ રહેવું જોઈએ હજુ સુદી કોરોનાની દવા શોધાણી નથી આ ઉપરાંત દેશી ઓસડીયા સહિતની અનેક ગેરમાન્યતા છે.જેનાથી દૂર રહેવું જોઈએ.
લોકડાઉનથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માઠી અસર પહોંચી છે: આશિષભાઇ એલેક્ષ
ભારત બેન્ઝના સૌરાષ્ટ્ર-કચ્છનાં ડીલર-આશિષભાઇ એલેક્ષે અબતક સાથેની વાતચીતમાં માહીતી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વે એક સપ્તાહમાં ૪ થી પ દિવસ તેઓ ટુર પર રહેતા હતા. પરંતુ હવે તેઓ પૂર્ણત: લોકડાઉન થઇ ચૂકયા છે. વિશેષરૂપથી આશિષભાઇએ ટ્રાન્સપોર્ટ ઉઘોગ માટે માહીતી આપતા જણાવ્યું હતું કે લોકડાઉન પૂર્વે જ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની હાલત કફોડી બની છે. પરીવહનમાં જયારે રોડ પરીવહનની વાત કરવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત જરુરી અને આવશ્યક છે લોકડાઉન બાદ પરીવહન ક્ષેત્રે સૌથી મોટો મુદ્દો તરલતાનો બની રહેશે. જે રીતે અર્થવ્યવસ્થામાં રોકડથી હેર ફેર થવી જોઇએ તે ન થતાં ઘણા પ્રશ્ર્નો પણ ઉભા થશે સરકાર પાસે ઘણી અપેક્ષાઓ છે કે રોડ પરીવહનને ધમધમતુ કરે અંતમાં તેઓએ માહીતી આપી હતી કે હાલ તેઓ તેમનો સમય પૂર્ણ: ઘરે વિતાવી રહ્યા છે વીડીયો કોન્ફરન્સ મારફતે તેઓ તેમના ડીસ્ટ્રીબ્યુટરો અને કંપનીઓ સાથે વાતચીત કરતા હોઇ છે. લોકડાઉનના ૧પ દિવસ પૂર્ણ થતા હવે ચિંતા પણ સતાવી રહી છે કે, ઉઘોગને બેઠો કેવી રીતે કરવો.