ભાજપ, કોંગ્રેસના એક એક આગેવાનની ટિકિટ કપાઇ
જિલ્લા પંચાયતની માંડાસણ બેઠક પર ‘આપ’એ ફોર્મ ભર્યુ
જામજોધપુર પંથકમાં સ્થાન્કિ સ્વરાજયની ચૂંટણીમાં આગેવાનો કાર્યક્રમોનાં બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી. ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ હોવા છતા હજી માત્ર એક આમ આદમી પાર્ટીએ જ માંડાસણ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ પરત શરૂઆત કરી છે. જિલ્લા પંચાયતની મોટા ગોપ બેઠક ઉપર કોંગ્રેસના અગ્રણી અને સતાપર બેઠક પર ભાજપના આગેવાની ટિકિટ કપાઇ રહી છે.
જિલ્લા તાલુકા પંચાયતના ફોર્મ ભરવાના હવે જુજ દિવસો રહ્યા હોય ટિકિટ ફાળવણીના મુદે રાજકીય પાર્ટીના નેતામાં અસંતોષનો લાવા સળગયો છે. ભાજપ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારો જાહેર કરાયા નથી ત્યારે હાલ મોટી ગોપ જિલ્લા પંચાયત સીટ પર યુથ કોંગ્રેસ પ્રમુખ યુવા આહીર અગ્રણી મશરી કંડોરિયાના પત્નીનું ફાઇનલ નામ છે. મોવડીમંડળની લીલીઝંડીની રાહ જોવાઇ રહી છે. ત્યારે આ બેઠક પર ભાજપનુ કોકડુ ગુચવાઇ રહ્યું છે. અહીં સાતેક દાવેદારો મેદાનમાં છે. ગીંગણી અનુ. આદિજાતિ મહિલા સીટ માટે સીટીંગ સદસ્ય જેઠાભાઇ મોરીના પત્ની અથવા તેમના પરિવારમાંથી કોઇ ફાઇનલ થશેે. જયારે કોંગ્રેસ માંથી અહી બેનામ છે. જયારે જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ માંથી પાટીદાર યુવા અગ્રણી હિરેન ખાંટ ફાઇનલ છે અહીં કોંગ્રેસ માંથી એક જ માંગણીદાર હતા જયારે ભાજપમાંથી લાલજીભાઇ સુતરીયાનું નકકી છે.
શેઠવડાળા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ કોંગ્રેસ બંન્ને લેઉઆ પટેલ સમાજના ઉમેદવારને લડાવશે આમ ટિકિટ ફાળવણીના કાઉન્ટ ડાઉન વચ્ચે ભાજપ અને કોંગ્રેસના બે કદાવર યુવા નેતાની ટિકિટ કપાવા જઇ રહી છે જો આમ થશે તો ભાજપના એક શહેરી યુવા જૂથ તેમજ કોંગ્રેસના ગ્રામ્ય યુવા જુથના રાજકારણનો સુર્યાસ્ત થશે તેવું ચર્ચામાં છે. જામજોધપુર પંથકમાં જિલ્લા પંચાયતની ૪ બેઠક છે. એક પણ ફોર્મ ભરાયા નથી જયારે આમ આદમી પાર્ટીમાંથી માંડાસણ બેઠક પર પૂર્વીબેન સંઘાણીએ તાલુકા પંચાયત બેઠક પર ફોર્મ ભર્યુ છે.
આ વખતે ફૂટી નીકળનાર અપક્ષો અન્ય પક્ષો કે જો કોઇના મતો કાપવા કે કોઇ ઉમેદવારસાથે સેટિંગ કરી ચૂંટણી લડનાર, પક્ષોને આ વખતે ધારાસભા ચૂંટણીની જેમ બુધ્ધિ જીવી મતદારો જાકારો આપશે. જામજોધપુર પંથકની બુધ્ધિજીવી પ્રજા દ્વારા આ રીતે પોતાનો કિંમતી મત વેડફવા ન માંગતી હોવાનું મનોમન નકકી થઇ ગયું હોય આવા પક્ષોને જાકારો અપાશે તેવું રાજકીય પંડીતની નજરે દેખાઇ રહ્યું છે.
હાલ-ભાજપ કોંગ્રસમાં ટિકિટના મુદે અંદર ખાને જરૂબ ધયાસાણા ચાલે છે. ભાજપના તાલુકાના એક બની બેઠેલા નેતાની જીદને કારણોસર શહેરી યુવા ભાજપ અગ્રણીની ટિકિટ મોવડી મંડળ કાપી નાખશે તે નકકી છે તેમ જાણવા મળે છે.