કેન્દ્રના મોદી સરકારના સુશાસનના નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ શ્યામ જાજુએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી

કેન્દ્રના મોદી સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા ભારતભરમાં લોકો સુધી કરેલી કામગીરી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ રાજકોટના પ્રવાસે આવ્યા છે અને તેઓ વિધાનસભામાં કાર્ય કરી રહેલા કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થયાની પત્રિકા છેવાડાના લોકો સુધી પહોંચાડવા અને તેમની સાથેનો સંપર્ક ગાઢ બનાવવા માટે હાંકલ કરી હતી.

શ્યામ જાજુ સાથે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ તથા શહેર ભાજપ આર્થિક સેલના કન્વીનર યોગેશ્વર પંચોલી ‘અબતક’ના આંગણે આવ્યા હતા. ત્યારે શ્યામ જાજુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કાયાપલટ કરી નાંખી છે. આજે સરકારની તમામ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચી છે. શ્યામ જાજુએ જણાવ્યું હતું કે પહેલેથી જ ભારતીય જનસંઘ હોય કે ભારતીય જનતા પાર્ટીએ કેડર પાર્ટી રહી છે. લીડર પાર્ટી નથી, લીડર, કેડર, નેતા નીપક્ષી અને નીતી આ તમામ પાસાઓથી પાર્ટી ચાલી રહી છે. અમારી પાર્ટીની ઓળખાણ કાર્યકર્તાઓના વ્યવહારથી જ થાય છે.

કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ 365 દિવસ ચાલતું હોય છે અને અત્યારે અમે કાર્યકર્તાઓને અમારી પાર્ટીના શાસનના નવ વર્ષના લેખા-જોખાઓનું પ્રશિક્ષણ આપી રહ્યા છીએ. આનાથી કાર્યકર્તાઓ માર્ગદર્શિત થશે સાથોસાથ લોકોના અભિપ્રાયો અમને મળશે. કેડરની તાકાતથી જ પાર્ટી વારંવાર જીતી રહી છે અને અનેક વિક્રમો પ્રસ્થાપિત કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેવી રીતે દેશમાં કોઇ પણ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બની છે. ગરીબો માટે જે સરકારે કામ કર્યા છે. તે ખૂબ જ સરાહનીય છે અને આ પ્રથમ સરકાર છે. જેને આવા કાર્યો કરી સંવેદનશિલતા દાખવી છે.

દેશમાં એઇમ્સની સંખ્યા, મેડિકલ કોલેજની સંસ્થામાં નોંધપાત્ર વધારો છેલ્લા પાંચ વર્ષમાં જોવા મળ્યો છે. ગરીબોને રૂ.12માં જ ઇન્સ્યોરન્સ મળી રહ્યું છે. આયુષ્યમાન કાર્ડમાં ગુજરાતમાં લોકોને 10 લાખની સહાયતા મળી રહે છે. કોરોનામાં મોદીએ થાળી વગાડી, મીણબતી જગાવી, તાલી વગડાવી ઘણા લોકો આ બાબતની ટીકા કરી પરંતુ તેઓનો ઉદેશ્ય માત્ર દેશને કોરોના જે કપરા સમયે એક કરવાનો હતો. કોરોના કાળમાં મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું હતું નહીં છતાં પણ દેશમાં સરકારે ખુબ જ સારૂં કાર્ય કર્યું છે.

ભારત દેશે અર્થતંત્રમાં પણ ચાઇનાને પાછળ રાખી દીધું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડાપ્રધાન મોદી સાથે 180 દેશોના લોકોએ યોગા કર્યા હતા. તે પણ ગર્વ લેવા જેવી બાબત છે. વડાપ્રધાન મોદીનું ફોરકાસ્ટીંગ પ્લાનીંગ અને બધાને સાથે લઇને ચાલવાની એક નેમ છે. અનેક પાસાઓ એવા છે. જેને લઇ સમગ્ર વિશ્ર્વમાં ભારતની એક નવી ઓળખાણ પ્રસ્થાપિત થઇ છે. આ સિવાય વાત કરવામાં આવે તો ઘણા એવા કારણો છે. જેનાથી મોદીજી અલગ નેતા એટલે કે ડબલ શુટર બનીને ઉભરી આવ્યા છે. છેલ્લા નવ વર્ષમાં દેશના લોકોનો મોદીજીને ખૂબ જ સહયોગ મળ્યો છે.

મોદીજીનો કોઇ વિકલ્પ નથી. હમણાં જ ગુજરાતમાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે ગુજરાતમાં કોઇ જ જાનહાની થઇ ન હતી. અગાઉથી તમામ પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. એક લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ બેઠક કરી હતી ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ અને ત્યારબાદ પ્રદેશ ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રી તથા અધિકારીઓ સાથે બેઠક હતી અને તમામ તૈયારીઓ કરી દીધી હતી. વાવાઝોડાના થોડા દિવસ પહેલા હું જુનાગઢ ગયો હતો. ત્યાં ભાજપ મહિલા કાર્યકરો ફૂડ પેકેટ બનાવતી હતી. ત્યારે મેં પૂછ્યું કે શેના માટે કરો છો તો કહ્યું કે જો વાવાઝોડું આવે તો જરૂરતમંદોને મદદરૂપ થઇ શકીશું.

2024માં ભાજપ 400ને પાર શ્યામ જાજુનો વિજય વિશ્વાસ

ગઇકાલે જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જનસભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે લોકસભા-2024માં ભાજપ જંગી બહુમતીથી વિજયી બનશે. જેમાં 400થી વધુ સીટો ભાજપને પ્રાપ્ત થશે અને તમામ સીટને પાંચ લાખની લીડ મળશે. તેવો વિશ્ર્વાસ શ્યામ જાજુએ વ્યક્ત કર્યો હતો અને અત્યારથી જ ભાજપ લોકો વચ્ચે જઇને કાર્ય કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.