વઢેરા ગામને બે ટાઇમ ભોજન અને નાસ્તો આપવાની ધારાસભ્ય અંબરીશ ડેરને સુચના
આજરોજ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અસરગ્રસ્ત એવા જાફરાબાદના તાલુકાના રોહિસા, બલાણા, ધારાબંદર, કડીયાળી વિગેરે ગામોની મુલકાત લીધેલ હતી. જેમાં વઢેરા ગામમાં આજે આજે પણ લોકોના ઘરોમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે. અને લોકોના કપડા ગાદલા, ગોદડા અનાજ બધુ જ પાણીમાં પલળી ગયેલ છે. આ અંગે પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું કે સરકારી કોઇપણ સહાય હજુ સધુી જાફરાબાદ તાલુકામાં કોઇપણ પીડીતોને મળેલ નથી.
જેમાં વઢેરા ગામમાં લોકોનું અનાજ પલળી ગયેલ હોવાથી રસોઇ બનાવવાના ફાફા થયા છે ત્યારે પરેશ ધાનાણી દ્વારા સ્થાનીક ધારાસભ્ય અંબરીશ ડેરને કહ્યું કે તમે વઢેરા ગામના લોકોને સવારે નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજનની વ્યવસ્થા કરો તો સારુ રહેશે. વઢેરા ગામના લોકો અતિ કટોકટીમાં છે આ સાંભળી અંબરીશ ડેરે કહેલ કે બે ટાઇમનું ભોજન અને નાસ્તાની વ્યવસ્થા હું કરાવી આપીશ, પરેશ ધાનાણીને એવો પ્રશ્ર્ન કરવામાં આવ્યો કે અસરગ્રસ્ત જાફરાબાદના પ્રવાસ દરમ્યાન તમારી સાથે સ્થાનીક ધારાસભ્ય કેમ નથી? તેના જવાબમાં ધાનાણીએ જણાવેલ કે હું અંબરીશ ડેર ધાતરવડીથી જ આ વિસ્તારની મુલાકાતે આવ્યો છું. અંબરીશ ડેર ઘાતરવડી-ર ડેમમાં પાણીમાં ગઇરાતથી એક આધેડ ગરક થઇ ગયેલ હોય તેનો કોઇ મળતો ન હોય તે અંગેની કામગીરીમાં વ્યસ્ત હોવાથી અમારી સાથે હાજર રહેલ નથી.