મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરતા ભાનુબેન સોરાણી
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ એડવાન્સ મિલકત વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને વેરા વળતર યોજનામાં 10% અને 15%નો લાભ આપવામાં આવે છે જેની મુદ્દત વધારો કરવા માટે ભાનુબેન સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, અને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરેલ છે જે રજૂઆતમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ મિલકત વેરો ભરવાની છેલ્લી 31મી મેં છે જેમાં એડવાન્સ વેરો ભરનાર કરદાતાઓને 10% અને 15% વેરા વળતર યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
જે યોજનાની મુદ્દત વિશેષ પંદર દિવસ વધારવા લોકોના હિતમાં અને રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીના હિતમાં અમો માંગ કરીએ છીએ કારણકે નોકરીયાત વર્ગ અને મધ્યમવર્ગીય લોકોનો પગાર 1 થી 10 તારીખમાં થતો હોય છે જે કારણે લોકોની માંગ હોય જેથી 10% અને 15% વેરા વળતર યોજનાની મુદ્દત વિશેષ 15 દિવસ વધારવાની માંગણી કરી છે.