પોતાની સ્પોર્ટસવેર બ્રાન્ડ વનએઈટ અને ઈનરવેર તેમજ સ્લીપવેર મેન્યુફેકચરીંગ કંપની લકસ સાથે કરાર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર બોલર્સને હંફાવીને ધુમ મચાવી રહ્યા છે ત્યારે હવે મેદાનની બહાર પણ જર્મન કંપની ટયુમા સાથે મળીને પોતાની સ્પોર્ટસવેર બ્રાન્ડ વનએઈટ નામથી લોન્ચ કરી છે. જેમાં હવે ઈનરવેર અને સ્લીપવેરનું બ્રાન્ડીંગ કરવામાં આવ્યું છે. આ વનએઈટ જાણીતી લકસ કંપની સાથે મળીને ઉત્પાદન કરશે. આ માટે કલકતામાં લકસ ઈન્ડસ્ટ્રીઝ સાથે શનિવારે ખાસ કરારની કામગીરી કરી છે. જૂતા, લોઅર, જર્સી ઉપરાંત હવે ઈનરવેર બોકસર વેસ્ટ અને સ્લીપવેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે તેમને આગામી સીઝનમાં જોવા મળશે. આ માટે તેમણે લકસ ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને ડિઝાઈનીંગ માર્કેટીંગ સહિત વિવિધ પ્રકારના કરાર માટે તેમણે કામગીરી શ‚ કરી દીધી છે.
૨૮ વર્ષના ભારતીય કપ્તાન વિરાટ કોહલી કારકિર્દીમાં તેના આકર્ષક દેખાવ બદલ તે વિવિધ બ્રાન્ડ માટે એમ્બેસેડર તરીકે ૧૦ વર્ષના કરારો કરી ચૂકયા છે ત્યારે હવે પોતાની માલિકીના સ્પોર્ટસવેરનું વેચાણ કરી વધુ સિદ્ધિ મેળવવાના પ્રયાસો હાથધરી રહ્યા છે. આ બ્રાન્ડના લોન્ચિંગ વખતે વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, આ બ્રાન્ડ તેમને ખુબ જ પસંદ છે અને તેના દિલથી ખુબ જ નજીક છે. તે મારા તરફથી ભારતીયોને રમત માટે પ્રોત્સાહન આપવા માટેનું માધ્યમ બનાવવા ઈચ્છું છું. આ વન એઈટનું કલેકશન શાનદાર છે. જેમાં ફેશનની સાથો-સાથ ઘણુ બધુ છે ત્યારે ટયુમાં સાથે તેઓ ૮ વર્ષ માટે કરારબઘ્ધ થયા છે. આ કરારને લકસ ઈન્ડસ્ટ્રીઝના સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ સાકેત તોડી પુષ્ટિ કરી હતી. તેમજ પ્રિમીયમ મેન્સ ઈનરવેર દ્વારા છેલ્લા દસ વર્ષથી તેણે બ્રાન્ડ અને માર્કેટીંગ માટેની કામગીરી કરી છે. ત્યારે આ કરારબઘ્ધ વિરાટ કોહલી લકસ ઈન્ડસ્ટ્રીઝને નવી જ કેટેગરીમાં આ બ્રાન્ડ સાથે અભૂતપૂર્વ પ્રતિસાદ અપાવી શકે તેમ છે. જે તેમની સિદ્ધિ માટેની ઉંચાઈઓ હાંસિલ કરવામાં મદદ‚પ બનશે. આ ઉત્પાદન માટે વન-એઈટ બ્રાન્ડની લકસ દ્વારા વિરાટની પસંદગી કરવા પાછળનું કારણ તેની જીવનશૈલી છે. કારણકે વિરાટનું નામ અને બ્રાન્ડ જોડાતા જ લોકોનો ટેસ્ટ ડેવલોપ થશે. તાજેતરમાં જ વિરાટ ફિલ્મ ક્ષેત્રે જોડાય તેવા સમાચારો મળી રહ્યા હતા જોકે વિરાટ ક્રિકેટ જગતમાં પોતાનો ઝંડો લગાડી ચૂકયો છે તો પોતાની ગર્લફ્રેન્ડ અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેની તેની કેમિસ્ટ્રી અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. જોકે વિરાટ તેની પ્રસિદ્ધિનો શ્રેય તેની લેડીલક અનુષ્કાને જ આપે છે.
તાજેતરમાં વિરાટ કોહલીને કંપનીએ એક એવોર્ડ ફંકશનને સ્પોન્સર કર્યું હતું. જેમાં જાણીતા સ્પોર્ટસપર્સન અને બોલીવુડ સેલેબ્રેટી હાજર રહી હતી. આમીર ખાન, અક્ષયકુમાર, ફરાહખાન, સાનિયા મિર્ઝા, હાર્દિક પંડયા વગેરે સહિતના લોકો હાજર રહ્યા હતા. વિરાટ સાથે હાથમાં હાથ નાખી અનુષ્કા શર્માએ એન્ટ્રી મારી હતી. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની માફક ટીમ ઈન્ડિયાનો ધુઆધાર બેટસમેન યુવરાજસિંઘ પણ પોતાની એપેરલ બ્રાન્ડ ‘યુ વી કેન’ ધરાવે છે. આ બ્રાન્ડેડ કપડાના વેચાણમાંથી પીડાતા ગરીબ દર્દીઓના લાભ માટે વાપરવામાં આવે છે.
બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન પણ ‘બીઈંગ હ્યુમન’ નામની બ્રાન્ડ ધરાવે છે. આ જાણીતી બ્રાન્ડ વસ્ત્રો અને એસેસરીઝ બનાવે છે. તેના વેચાણમાંથી થતો નફો જ‚રતમંદોની સેવા પાછળ ખર્ચવામાં આવે છે.