દેશમાં પહેલીવાર, હૈદરાબાદના નેહરૂ ઝૂલોજિકલ પાર્ક (NZP)માં 8 એશિયાટિક સિંહને કોરોનાનો ચેપ લાગ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, 29 એપ્રિલે સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સેન્ટર (CCMB)એ નેહરુ ઝૂલોજીકલ પાર્કના અધિકારીઓને મૌખિક રીતે જણાવ્યું હતું કે આરટી-પીસીઆર પરીક્ષણમાં 8 સિંહોના રિપોર્ટ પોઝીટીવ મળી આવ્યા છે.

પ્રાણીસંગ્રહાલયનું સંચાલન કરનાર ડોક્ટર સિદ્ધાનંદ કુકરેતીએ આ વાત પર કોઈ ચોખવટ નથી પાડી, ડોક્ટર કુકરેતીએ કહ્યું, ‘સિંહોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ આ સિંહોના CCMB પાસેથી અમને આરટી-પીસીઆર રિપોર્ટ મળવાનું બાકી છે. રિપોર્ટ આવ્યા પછી જ અમે આ વિશે પાક્કી માહિતી આપી શકશું.’

સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 એપ્રિલે, પશુચિકિત્સકોએ શોધી કાઢ્યું કે તેમની સંભાળ દરમિયાન, તેઓને ભૂખ ના લાગવી, નાકમાંથી પાણી નીકળવું અને કફ જેવા કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે. આ પ્રાણી સંગ્રહાલયમાં 12 સિંહો છે, જેમની ઉંમર લગભગ 10 વર્ષ છે. આ સફારીનો વિસ્તાર આશરે 40 એકર છે. 4 સિંહો અને બાકીની સિંહનો કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બાદ નહેરુ ઝૂલોજિકલ પાર્ક બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. આ ઉદ્યાન ખૂબ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં છે, અને કોરોના વાયરસ હવા દ્વારા વધુ ફેલાય એટલા માટે ઝૂ બંધ રાખવામાં આવ્યું છે. સિંહોના સંક્રમણ વિશે એવું માનવામાં આવે છે કે ત્યાં રહેતા લોકોના સંપર્કમાં આવવાથી આ સિંહો સંક્રમિત થયા છે. તાજેતરમાં ઝૂ ખાતે કામ કરતા 25 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.

ન્યૂયોર્કના ઝુમાં વાઘને ચેપ લાગ્યો હતો

હૈદરાબાદ શહેરના વન્યપ્રાણી સંશોધન અને તાલીમ કેન્દ્રના નિયામક ડો.શિરીશ ઉપાધ્યાય કહે છે કે, ‘ગયા વર્ષે ન્યૂયોર્કના જુમાં 8 વાઘ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. આની પહેલા પ્રાણીઓના કોરોના સંક્ર્મણ વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી. જો કે, હોંગકોંગમાં કૂતરા અને બિલાડીઓમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.