રેલ્વે સ્ટેશનમાં તમે ક્યારેય ધાર્મિક સ્થળો જોયા છે નહીં ને ! તો ચમત્કારો થતા જોયા છે ? કશીવ્મા જ કહી શકાય તેઓ આ એક કિસ્સો છે. કાનપુરના એક રેલ્વે સ્ટેશનો કાનપુરના સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૩ની વચ્ચે૧૫ ફુટ લાંબી અને ૨ ફૂટ પહોળી જગ્યાને સફેદ રંગથી રંગવામાં આવી છે. જે દર ગુરુવારે ધાર્મિક સ્થળમાં ફેરવાય જાય છે. ત્યાંની લોકમાન્યતા છે કે ઘણાં સમય પહેલાથી અહીં એક કબર આવેલી છે. અને આ કબર સાથે જોડાયેલી વાર્તા પણ ખૂબ જ રસપ્રદ છે.
આ કબ્રની સંભાળ કરનાર રહેમત અલી જણાવે છે કે અંદાજે ૫૦ વર્ષ પહેલા જ્યારે રેલના પાટા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું ત્યારે દિવસે લગાવેલા પાટા બીજા દિવસે ઉખડી જતા હતા. તે સમયે લોકોનું માનવું છે કે કોઇ આત્મા રેલના પાટા ઉખેડી દે છે. તે બાબતે રહેમત અલીએ જણાવ્યું કે જો અહીં કબ્ર બનાવવામાં આવશે તો જ પાટા નાખવાનું કામ સફળ થશે ત્યાર પછી ત્યાં કબર બનાવવામાં આવી જેની દર ગુરુવારે લોકો પુજા કરે છે. અને બધા માનતા માની પોતાની ઇચ્છા પૂર્ણ કરે છે. અને લોકોનું કહેવું છે કે કબ્ર બન્યા બાદ પાટા ઉખડવાના બંધ થઇ ગયા હતાં.