કન્ટેનર અને 8185 બોટલ દારૂ-બિયર મળી રૂા.37.95 લાખનો મુદ્ામાલ કબ્જે: સ્થાનિક પોલીસે કારમાંથી 108 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
ઝાલાવડમાંથી બે સ્થળે વિદેશી દારૂના દરોડો પાડવામાં આવ્યા છે. જેમાં ચોટીલા તાલુકાના રાજાવડલા ગામની સીમમાં વિદેશીદારૂના કટીંગ વેળાએ એલ.સી.બી.એ દરોડો પાડી બિયરનો જંગી જથ્થો પકડી પાડી બિયર અને ક્ધટેનર મળી રૂા.37.95 લાખનો મુદ્ામાલ કબ્જે કરી દરોડા દરમિયાન નાશી ગયેલા બુટલેગરની શોધખોળ હાથધરી છે. જ્યારે સ્થાનિક પોલીસે કારમાંથી 108 બોટલ વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી છે.
એલ.સી.બી. ટીમને સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી પેટ્રોલીંગ હાથ ધરી તેમજ ચોટીલા, સાયલા, મુળી, થાનગઢ વિસતારમાં ખાસ વોચ ગોઠવી ગે-કા વીદેશી દારૂની હેરાફેરી, કટીંગ, વેચાણની પ્રવૃતી શોધી કાળી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા ચોટીલા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પો.ઇન્સ. ડી.એમ.હોલને ચોકકસ બાતમી હકીકત મળેલ કે બળવંત જીવણભાઇ સાપરા રહે.હરીધામ સોસાયટી, ચોટીલા મુળ રહે.રાજપર તા.વઢવાણ તથા વિકાશ કેશુભાઇ કોળી રહે.રૂપાવટી તા.ચોટીલા તથા અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર રહે.નારીયેળી તા.ચોટીલા વાળાઓએ ભેગા મળી ટાટા ટેલર (ગાડીઓ ભરવાનું બંધબોડીનું ક્ધટેનર) ન. આર.જે-14-જીસી-3193 વાળામાં ગે.કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બાનવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી, યોટીલા-થાનગઢ રોડ ઉપર ઝરીયા મહાદેવ મંદીર જવાના રસ્તાની સામે રાજાવડ ગામની સીમના વીડ વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી અન્ય વાહનો મારફતે વિદેશી દારૂનું કટીંગ કરાવે છે અને હાલે કટીંગ કરવાની પ્રવૃતિ ચાલુમાં છે.
જે ચોકકસ હકીકત આધારે એલ.સી.બી, ટીમ દ્વારા બાતમી હક્કિત વાળી જગ્યાએ પુરતી તૈયાર સાથે છાપો મારતા આરોપી બાબુલાલ શંકરલાલ મીણા રહે.દેવકા હરવાડા, પોસ્ટચદવાની તા.આમેર જી.જયપુર રાજય રાજસ્થાન વાળાને પોતાના કબજા ભોગવટા વાળા ટાટા કંપનીનું મારૂતી ટેલર (ગાડીઓ ભરવાનું બંધ બોડીનું ક્ધટેનર) રજી. નંબર આર.જે.-14 જીસી-3193 વાળામાં બનાવેલ ખાનાઓમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો બીયરની કુલ નાની મોટી બોટલો નંગ-7585 તથા બીયર ટીન નંગ-600 મળી વિદેશી દારૂ કુલ કી.રૂ.22,87,800/- તથા ક્ધટેનર ર, નંબર આર.જે.-14-જીસી-3193 કી.15,00, 000/- તથા મોબાઇલ ફોન નંગ-2 કી.રૂ.5500/- તથા રોકડા રૂ.2180/- કુલ રૂ.37,95,480 ના મુદામાલ સાથે દરમ્યાન પકડી તેમજ સદરહુ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ બળવંતભાઇ જીવણભાઇ સાપરા રહે ઠરીધામ સોસાયટી, ચોટીલા મૂળ રહે રાપર તા.વઢવાણ વિકાશ કેશુભાઇ કોળી રહે.રૂપાવટી તા.ચોટીલા તથા અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર રહે નારીયેળી તા.ચોટીલા તેમજ સદરહુ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપી નં.પ રામકુમાર જાટ રહે.રીંગસ જી.સીકર (રાજસ્થાન) વાળા રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓએ ગુનાહીત કાવતરું રચી પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજયમાંથી ભરી પ્રતિબંધિત ગુજરાત રાજયમાં વૈચાણ કટીંગ અર્થે મોકલાવી મંગાવી કટીંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જે તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ ચોટીલા પો.સ્ટે ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
રેડીંગ પાર્ટી: એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ તથા પો.સબ.ઇન્સ. વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા પો.હેડ.કોન્સ અમર કુમાર કનુભા તથા ચમનલાલ જશરાજભાઇ તથા પો.કોન્સ. દીલીપભાઇ ભુપતભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પ્રોહીબીશનની સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.
પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પોલીસ મથકના પી.આઇ.એન.એસ. ચૌહાણ તથા તેની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે ચોટીલા નજીક જરીયા મહાદેવ નજીક ફોરેસ્ટની વિડમાં જી.જે.-27 એ.એ.-1519 નંબરની કારમાં દારૂની હેરાફેરી થઇ રહી છે. પી.આઇ. એન.એસ. ચૌહાણ સહિતનો સ્ટાફ ફોરેસ્ટની બીડમાં વોચમાં ગોઠવાઇ ગયો દરમિયાન વિડમાં એક શખ્સ કાર પાસે ઉભો હોય તેને પોલીસે ઝડપી કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની છ બોટલ મળી આવી હતી.
દરમિયાન કારની આજુબાજુમાં તપાસ કરતા અન્ય શરાબની ત્રણ પેટી મળી આવતા પોલીસે કાર અને શરાબ મળી કુલ રૂ.2.35 લાખના મુદ્ામાલ સાથે ચોટીલાના પોપટપરામાં રહેતો વિકાસ કમાભાઇ ઉર્ફે કેશરભાઇ ભામાણી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે વિકાસ ભામાણીની દારૂ અંગે પૂછપરછ કરતા ચોટીલાના હરીધામ સોસાયટીના બળવંત જીવાભાઇ સાપરા, ચોટીલા તાલુકાના નાળીયેલી ગામે રહેતો અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર અને ચોટીલાના સુરજ ગામના માનસિંગભાઇ મનજીભાઇ કોળી નામના શખ્સોની સંડોવણી હોવાની કબૂલાત આપતા ત્રણે શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ત્રણેની શોધખોળ હાથધરી છે.