રૂ. ૩૫,૬૦૦ ના મુદામાલ સાથે પાંચ શકુની ઝડપાયા
પશ્ચિમ કચ્છ એલ સી બી ના ઇન્ચાર્જ પી.આઈ એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતાં . પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે , નાના કપાયા ખાતે નરનારાયણ નગરમાં આવેલ ઓરડીઓની બહાર ખુલ્લામાં અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતીનો રૂપીયાની હારજીતનો જુગાર રમે છે . જે બાતમી ના આધારે રેડ કરતા . આરોપીઓ સુરજ અશોક સાહુ , ઉ.વ.ર ૬ , રહે.નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે . ગામ – ચોરામારી . તા . રામપુર બાધેલાન , જિ.સતના ,મધ્યપ્રદેશ , બપી અરબીન્દુ બીસવાસ , ઉ.વ. ૨૭ , રહે . નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે . ગામ – હેબરગાવ , તા.કુટસકટીયા , જિ.નવગાવ , આસામ , કુલદીપસિંધ જેમલસિંધ , ઉ.વ. ૨૯ , રહે . નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે . નુરપુર , તા.નુરપુર , જિ.કાંગડા , હીમાચલપ્રદેશ, જીતેન્દ્રકુમાર સીતારામ , ઉ.વ .૩૫ , રહે . નાના કપાયા . તા.મુંદરા . મુળ રહે . રોહનીયા . તા.જગારખાન , જિ.ગઢવા , ઝારખંડ , રોહિત છોટેલાલ નાયક , ઉ.વ.ર ૧ , રહે.નાના કપાયા , તા.મુંદરા , મુળ રહે.મુનસીપુર , તા.ઓરૈયા , જિઓરૈયા , ઉતરપ્રદેશ ના કબ્જા માંથી . રોકડ રૂ . ર0,૧00 તથા ગંજીપાના નંગ – ૧ ર , કિ.રૂા .૨૦ / ૦૦ , મોબાઇલ ફોન નંગ – ૪ , કિ.રૂ. ૧૫,૫૦૦ એમ કુલ કિ . રૂા . ૩૫ , ૬૦૦ / – ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે .