પેરામાઉન્ટ, પોલી કિંગ અને પોલી બુસ્ટરના કોથળા બરામદ: બે કારખાનેદાર સામે નોંધાતો ગુનો
રાજકોટમાં આજી ડેમ વિસ્તારમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત જંતુનાશક લાખો રૂપિયાનો દવાનો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ઝડપી પાડયો છે. આ દવાના સ્થાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી બે કારખાનેદાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ એસીબીના પી.એસ.આઇ. વી.કે.ઝાલા અને કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આજી ડેમ વિસ્તારમાં અજય વે – બ્રિજ વાળી શેરીમાં આવેલા પ્રેસિડન્ટ ઈન કોર્પોરેશનના કારખાનામાં દરોડો પાડ્યો હતો.
જેમાં એક.સી.બી. સ્ટાફે કૃષિમાં ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત દવાઓ પેરામાઉન્ટ, પોલી કિંગ, પોલી બૂસ્ટર અને ચિંગારીના રૂ.1,94,300ની કિંમતના ફૂલ 150 ડબલાં મળી આવ્યા હતા. પોલીસે દવાઓનું સેમ્પલ મેળવી તેને ચકાસણી માટે લેબોરટરીમાં મોકલ્યા છે. જ્યારે આ પ્રતિબંધિત દવાઓ મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કોઠારીયા રોડ પર રહેતા ચિરાગ મગન પેઢડિયા અને ચેતન નાથા લિંબાસિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.