બાવળના લાકડામાંથી કોલસો બનાવનારા પર તંત્રની તવાઈ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ પશ્ર્ચિમ કચ્છ-ભૂજનાઓએ બાવળના લાકડામાંથી ગેરકાયદેસર કોલસો બનાવી તેના વેચાણ ખરીદ કરનાર ઈસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાના આધારે એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.જે. રાણા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. ગઈકાલે એલ.સી.બી. પશ્ર્ચિમ કચ્છ-ભૂજના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, નખત્રાણા તાલુકાના રતાડીયા ગામે રહેતા સૌહેબ મામદ ચાકી પોતાના કબ્જા ભોગવટાના વાડામાં ગેરકાયદેસર રીતે બાવળોના લાકડામાંથી કોલસા બનાવી બોરીઓમાં ભરી રાખેલ છે. જેથી પોલીસ સ્ટાફના કર્મચારીઓએ વર્કઆઉટ કરી સદરે જગ્યાએ રેઈડ કરતા બાવળના લાકડામાંથી બનાવેલ કોલસાની બોરીઓ નંગ ૯૦૦ કિ. રૂા.૨,૭૦,૦૦૦નો મુદામાલ મળી આવતા શકપડતી મીલ્કત તરીકે કબ્જે કરી આ કબ્જે કરેલ મુદામાલ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવા સુપ્રત કરેલ છે. તેમજ આ અંગેની વધુ તપાસ થવા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે રીપોર્ટ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.