- તાલાલાનાં સુરવા ગામે મેંગો વેલી ફાર્મમાં ચાલતા જુગારધામ પર LCB પોલીસનો દરોડો
- 10 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂપિયા 2.73નો મુદ્દામાલ કબ્જે કર્યો
- તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અવાર નવાર જુગાર રમતા ઝડપાતા હોય છે. આ દરમિયાન પોલીસ તેના સામે કાર્યવાહી કરી અને તેને ઝડપતા હોય છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે. કે ગીર સોમનાથના તાલાલા સુરવા ગામે મેંગો વેલી ફાર્મમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત 10 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂપિયા 2,73,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લા પોલીસે તાલાલાના સુરવા ગામે આવેલા મેંગો વેલી ફાર્મમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. LCB ની ટીમે 10 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
જુનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. LCBના ઈન્ચાર્જ PI એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI એ.સી. સિંધવની ટીમે ભાતમીના આધારે રેડ કરી હતી.
પોલીરો ફાર્મ હાઉસ સંચાલક અજીત દરજાદા રાહિત 10 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટાભાગના આરોપીઓ વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારના રહેવાસી છે. પોલીસે રોકડ રૂ. 43,500, સાર મોટરસાઈકલ કિંમત રૂ. 1.80 લાખ, 10 મોબાઈલ ફોન કિંમત રૂ. 50,000 અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 2.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓમાં અલ્તાફ કેશરીયા, રહેમાન ખાન, ફિરોઝ પઠાણ, ઇકબાલ પટેલ, મહેબુબ શાહમદાર, સરફરાજ પટેલ, સાજી સુમરા, વસીમ જમાદાર અને મુનાફ સોરઠીયાનો સમાવેશ થાય છે. તેમજ તમામ આરોપીઓ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.