જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈરાત્રે બે વાગ્યે એલસીબીએ પુર્વ બાતમીના આધારે દરોડો પાડી મકાનમાલીકને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતાં પાંચ શખ્સોને પકડી પાડયા હતાં. છએ શખ્સો સામે ગુન્હો નોંધાયો છે. અને મોટર સહીતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ઉપરાંત રાસંગપરમાંથી ગઈકાલે સાંજે મેઘપર પોલીસે દસ શખ્સોને ગંજીપાના કુટતા ઝડપી લીધા છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં એક મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હોવાની બાતમી એલસીબીના રામદેવસિંહ, નિર્મળસિંહ બી. જાડેજા, કમલેશ ગરસરને મળતાં ગઈકાલે રાત્રે બે વાગ્યે એલસીબીના કાફલાએ સરદારનગરમાં ભાડાના મકાનમાં રહેતાં શૈલેસગીરી લાભુગીરી ગોસ્વામીના મકાનમાં દરોડો પાડયો હતો.
આ મકાનમાં શૈલેસને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતાં ભરતભાઈ કમલેશભાઈ ચૌહાણ, ફકીરમામદ જુમાભાઈ અખાણી ઉર્ફે દરબાર, હારૃન કારાભાઈ ઉર્ફે અબ્દુલ સમા, ભીમશીભાઈ રાણાભાઈ મારીયા, તથા આરીફ મામદભાઈ ભટ્ટી નામના પાંચ શખ્સો મળી આવ્યા હતાં. એલસીબીએ પટમાંથી રૃપિયા ૬૦૩૦૦ રોકડા એક ઈકો મોટર મળી કુલ રૃપિયા ર, ૬૦,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ શખ્સો સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં બસીરભાઈ મલેકે ફરીયાદ નોંધાવી છે.