મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂ બિયરનો મોટો જથ્થો પકડી લઈ આ દારૂની સપ્લાય કરનાર બે શખ્સોના કબજામાંથી પણ ૪૨ બોટલ દારૂ કબ્જે કર્યો હતો.
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ઉમા ટાઉનશીપના રહેણાંક મકાનમાં દરોડો પાડી (૧) રાહુલભાઇ ઉર્ફે મુન્નો કાંતીભાઇ વિડજા પટેલ ઉવ.૩૦ ને ઝડપી લેતા મકાનમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વ્હીસ્કીની શીલપેક બોટલો નંગ-૧૨ કિં.રૂ.૬૦૦૦/- તથા રોયલ ચેલેન્જ પ્રિમીયમ વ્હીસ્કીની શીલપેક બોટલો નંગ-૨૨ કી.રૂ.૬૬૦૦/- તથા કીંગફીશર સ્ટ્રોંગ ફ્રેશ બીયર ટીન ૫૦૦ મીલીના નંગ-૩૬ કી.રૂ.૩૬૦૦/- મળી કુલ રૂ.૧૬,૨૦૦/- નો મુદામાલ કબજે કર્યો હતો.
વધુમાં દારૂનો આ જથ્થો પટેલ શખ્સે રાહુલ ભાઇ લલીતભાઇ વિડજા પટેલ ઉવ-૨૫ રહે. મોરબી-ર સરસ્વતી સોસાયટી સર્કિટ હાઉસ પાસે તા. મોરબી (૩) દિપક ભાઇ વલ્લભભાઇ વરમોરા પટેલ ઉવ૨૩ રહે.મોરબી-ર ત્રાજપર ચારરસ્તા શ્રીનાથ કોમ્પ્લેક્ષ દુકાન નંબર-૬૪ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલિસે બીજો દરોડો જાંબુડિયા ગામે પાડી
ચોથા આરોપી વિપુલભાઇ જેરામભાઇ મકવાણા વણકર ઉવ-૩૦ રહે.જાંબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી વાળા પાસેથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૪૨ કિં.રૂ.૧૨૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
આમ, એલસીબી પોલીસે ઉમાં ટાઉનશીપમાં પાડેલા દારૂના દરોડામાં પગેરું મળતા વધુ એક સફળ રેડ કરી કુલ ચાર શખ્સોને દબોચી લીધા હતા.