- જો સમયસર લિફ્ટને ચકાસવામાં આવે તો અનેક પ્રશ્ર્નો ઉદ્ભવતા જ અટકશે: અદ્યતન લિફ્ટ હોવા છતાં તેની જાળવણીમાં લોકોની બેદરકારીના કિસ્સાઓ આવી રહ્યા છે સામે
લિફ્ટ્ એ એક ઉત્તમ પરિવહનની સુવિધા આપીને લોકોના પ્રયત્નો અને સમય બચાવે છે. જો કે, રહેણાંક ઇમારતોમાં લિફ્ટ ઇન્સ્ટોલ કરતી વખતે, લિફ્ટની સલામતીનું પાલન કરવું અને તપાસ કરવું મહત્વપૂર્ણ છે. કોઈ પણ વસ્તુ કે અદ્યતન ટેકનોલોજી ખરીદવી હોઈ તમે અંતિમ નિર્ણય લેતા પહેલા સ્વાભાવિક રીતે ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તદુપરાંત, આપણે યોગ્ય વસ્તુ પસંદ કરી છી . એટલુજ નહિ તેની ખાતરી કરવા માટે તેમને ખરીદતા પહેલા તેના વિશે સંશોધન કરવું આવશ્યક છે. તો ઘરોમાં રોકાણ કરતી વખતે આપણે એપાર્ટમેન્ટમાં લિફ્ટની સલામતી કેમ તપાસવી જોઈએ? ઍપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લિફ્ટ હવે લક્ઝરી જેવી નથી રહી જેટલી તે પહેલાં હતી. બહુમાળી ઇમારતો અને લિફ્ટનો ઉપયોગ બંને સમય સાથે વિસ્તર્યા છે. હવે પુન:નિર્માણ હેઠળની ઘણી ઐતિહાસિક ઈમારતો પણ રહેવાસીઓના આરામ માટે એલિવેટર્સ લગાવી રહી છે. પરંતુ, તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સ બિલ્ડીંગમાં સલામત લિફ્ટની સુવિધા સાથે સંકળાયેલી વિગતો પર ધ્યાન આપતા નથી. કોઈપણ દુર્ઘટના અથવા અકસ્માતોથી બચવા માટે સલામત લિફ્ટ હોવી જરૂરી છે. ઘર ખરીદતી વખતે અન્ય બાબતોનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.
પરંતુ વાસ્તવિકતા તો એ છે કે લિફ્ટનો ઉપયોગ જે રીતે કરવામાં આવી રહ્યો છે તેને ધ્યાને લઈ ઘણી ખરી એવી દુર્ઘટના પણ ઘટે છે જેથી લોકો દ્વારા તે દુર્ઘટના નો આક્ષેપ બિલ્ડર અથવા તો લિફ્ટ ઉત્પાદકો સમક્ષ કરતા હોય છે. વરવી વાસ્તવિકતા તો એ છે કે લિફ્ટનું જે યોગ્ય મેન્ટેનન્સ થવું જોઈએ તે કરવામાં લોકો એટલે કે સોસાયટીના રહેવાસીઓ ઘણો વિચાર કરતા હોય છે અને સસ્તું કઈ રીતે પડે તે દિશામાં જ તેઓ કાર્ય કરે છે અને પરિણામ સ્વરૂપે દુર્ઘટના ઘટવાના ચાન્સ મહદંશે વધી જતા હોય છે.
બિલ્ડિંગમાં લિફ્ટ સુવિધા નિયમિત કામગીરી માટે ઉચ્ચતમ સલામતી આવશ્યકતાઓનું પાલન કરે છે કે નહીં તે અંગે તમારે વાકેફ હોવું જોઈએ. લિફ્ટમાં સુરક્ષાના અનેક પગલાં છે. દાખલા તરીકે, ઇમરજન્સી લોઅરિંગ એલિવેટરને પાવર નિષ્ફળતાના કિસ્સામાં નજીકના ફ્લોર પર પાછા જવાની મંજૂરી આપે છે. તે લોકોને આવી પરિસ્થિતિઓમાં લિફ્ટમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શકશે. કટોકટીની સ્થિતિમાં લિફ્ટ સુવિધા નવીનતમ સુવિધાઓથી સજ્જ હોવી જોઈએ. કોઈપણ અનિચ્છનીય સમસ્યાઓને રોકવા માટે તેમાં કાર્યરત ઈમરજન્સી એલાર્મ્સ હોવા જોઈએ. તમારે આ આવશ્યક કાર્યો કેટલી સારી રીતે કાર્ય કરે છે તે તપાસવું આવશ્યક છે.
લિફ્ટ સામાન્ય રીતે 15 થી 20 વર્ષ સુધી ચાલે છે અને આ વર્ષો પછી તેને બદલવાની જરૂર છે. દુર્ભાગ્યપૂર્ણ સંજોગોને રોકવા માટે લિફ્ટની સલામતી માટે તેની ઉંમર તપાસવી મહત્વપૂર્ણ છે. અન્ય મશીનની જેમ લિફ્ટમાં પણ સમસ્યા હોઈ શકે છે. લિફ્ટને નિયમિત ધોરણે વ્યાવસાયિક સલામતી અને જાળવણી નિરીક્ષણમાંથી પસાર થવું જોઈએ. અકસ્માતો અજ્ઞાનતા અથવા ખચકાટને કારણે થઈ શકે છે. તેથી, તમારી લિફ્ટ સુવિધાઓની ગુણવત્તાનું સારી રીતે મૂલ્યાંકન કરો.આ મુદ્દાને લઇ રાજકોટના ટોચના બિલ્ડરો તથા લિફ્ટ ઉત્પાદકો સાથે અબતક મીડિયા દ્વારા સંવાદ સાધવામાં આવ્યો હતો.
સાપ્રંત સમયમાં લિફ્ટમાં અદ્યતન સુવિધાને લીધે લોકોની સુખાકારીમાં પણ વધારો થયો: અમિત ત્રાંબડીયા
અબતક સાથેની વાતચીતમાં અમીત ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે, કોઇપણ બિલ્ડીંગ બનાવીએ ત્યારે પ્રાથમિક જરુરીયાત એવી પાણી, લીફટની જરૂરી હોય છે. આજે નવી નવી ટેકનોલોજી આવતાં લીફટમાં અવનવી સુવિધાઓ મળે છે. સ્મુથ સ્ટાટીંગ, સ્મુથ સ્પીડ જેવી સુવિધાઓ જોવા મળે છે. સરકાર દ્વારા નવી લીફટોના લાયસન્સ અને જે તે સમયે તેની જાળવણી અનિવાર્ય છે. જુની લીફટમાં સ્પીડ સહિતની અનેક સમસ્યા પેદા થાય છે. પહેલા પર સેકેન્ડ 0.75 ની સ્પીડ હતી આજે નવીનત્તમ લીફટમાં ટમીટર સુધીની સ્પીડ ઉપલબ્ધ બની છે. વર્તમાન સમયમાં ઓટોડોર, સેન્સરવાળી ઓવર લોડ થતાં એલાર્મ વાગે, રોબ નીકળી જાય તો પણ સેફટી ડોરથી રેસ્કયુ શકય બન્યું છે. બિલ્ડરે પણ સારી, ઉચ્ચ ગુણવત્તાયુકત લિફટની પસંદગી કરવી જોઇએ.
બિલ્ડીંગમાં લિફ્ટએ કરોડરજજુ સમાન છે: દિલીપભાઇ લાડાણી
અબતક સાથેની વાતચીતમાં દિલીપ લાડાણીએ જણાવ્યું હતું કે, દરેક બિલ્ડીંગમાં લીફટ કરોડરજજુ સમાન છે. ર00 વર્ષ પહેલા લીફટ ડિઝાઇન કરવાનું વિચાર આવ્યો, આજે મોર્ડન લીફટ તૈયાર થઇ છે. અવનવી ડિઝાઇન, સ્પીડ વગેરે સારું મળી રહે છે. વિદેશી કંપનીઓ લિફટ પ્લાનીંગમાં અગ્રેસર છે. વર્ષો વર્ષ લીફટનું ચેકીંગ કરાવવું જેથી એકસીડન્ટને ટાળી શકાય.
લિફ્ટ અકસ્માતને ટાળવા કંપનીની સાથે લોકોએ પણ રહેવું પડશે જાગૃત: દામોદરભાઇ
અબતક સાથેની વાતચીતમાં દામોદરભાઇએ જણાવ્યું હતું કે, ઓટોડોર લીફટનું ચલણ વઘ્યું છે. પહેલાની લીફટમાં લોકોના હાથ ફસાઇ જતા હવે ગેટ લીફટ લગાવે છે. મેન્ટેનેસ બીલ ઓછું આવે છે. પાવર સેવીંગ એનર્જી મળે ઓટોડોર લીફટના ઘણાં ફાયદા છે. સ્કુટરને પણ સર્વિસ કરાવવું જોઇએ એવી રીતે લીફટને પણ સર્વિસ કરી શકે જયારે લિફટ ઇન્સ્ટોલ થાય ત્યારે બિલ્ડરે બાદ સોસાયટી જવાબદાર છે. લીફટની જાણવળી કરવી જોઇએ. કોઇપણ પાર્ટ ખરાબ થાય તો તેને બદલવી જોઇએ. કંપની પણ જવાબદારી છે. એટલી સોસાયટીની પણ છે. લીફટનું મેન્ટેનેસ કોઇપણ વ્યકિતને નહી પરંતુ કોઇ ચોકકસ કંપનીને આપવું જોઇએ.
સમયાંતરે લિફ્ટનું ચેકીંગ કરવું અનિવાર્ય: ચેતનભાઇ જોશી
અબતક સાથેની વાતચીતમાં ફૈય લીફટ પ્રા.લી.ના ચેતન જોશીએ જણાવ્યું હતું કે, આજના સમયે લોકો વસ્તુ ગોતવા જાય છે. પરંતુ લાંબે ગાળે તે નુકશાનકારક નીવડે છે. માટે સારી ગુણવતા યુકત લીફટની પસંદગી કરવી દર મહિને માણસ આવે છે અને મેન્ટેનેસ વગેરે બાબતનું નીરીક્ષણ કરે છે. જીવનું જોખમ ટાળી ઇલેકટ્રીક વસ્તુનું ચેક-અપ કરાવવું જોઇએ. સુરક્ષાને મહત્વ આપી લીફટ ની બ્રાંડયુકત પસંદગી કરવી જોઇએ.