પોલીસના બળે આંદોલનને કચડવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય
સ્થાનિક લતાવાસીઓએ આક્રોશ સાથે શરૂ કરી પોસ્ટ કાર્ડ ઝૂંબેશ
લક્ષ્મીવાડીના ભંગાર રસ્તાના પ્રશ્ર્ને આંદોલન કરવા છતા કોઈ ઉકેલ નહી આવતા લતાવાસીઓએ દિવાળી બાદ જોયા જેવી કરવાની ચીમકી આપી છે.
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, માણસુર વાળા પ્રમુખ વોર્ડ ૧૪ કોંગ્રેસ સમિતિની રાહબરી હેઠળ રાજકોટ મહાનગર પાલીકાના વોર્ડ ૧૪ના લક્ષ્મીવાડી મેઈન રોડની ભંગાર હાલત અંગે કરાયેલા આંદોલનમાં લક્ષ્મીવાડી મેઈનરોડની ભંગાર હાલત અંગે કરાયેલા આંદોલનમાં લક્ષ્મીવાડી ખાતે બેઠક યોજાયેલ હતી. આ બેઠકમાં સ્થાનિક રહીશો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
બેઠકમાં જ દરેકે મ્યુ. કમિશ્નરને રસ્તા પર તાકીદે ડામર કરવા અંગે પોસ્ટ કાર્ડ ઝુંબેશ આદરી ભાવી કાર્યક્રમો ઘડાયા હતા. બીએસએનએલ,પીજીવીસીએલ, જીએસપીસી ગેસ કંપની અને મહાનગરપાલીકા વચ્ચે સંકલનના અભાવે વેપારીઓ શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડે છે. વોર્ડ ૭માં એક બાજુડાગર થાય તો ચોમાસુ પૂરૂ થતા જ કંપનીઓ મેદાનમાં આવી રસ્તા ખોદકામ શરૂ કરીદેતા વેપારીઓમાં દિવાળી સમયે જ કચવાટ સાથે રોષ ફેલાયો છે.
ત્રણેક વર્ષથી ભારે યાતનાઓ સહન કરતા વેપારીઓનાં મુદે શાસકોની કઠપુતળી બની ગયેલ ચેમ્બર ઓફ કોમર્સે ભેદી મૌન ધારણ કરી લીધું છે. તેમ લોકસંસદ વિચાર મંચે જણાવ્યું છે. દિવાળી સુધી ખાડાનાં ખોદકામ બંધ કરવા સેન્ટ્રલ ઝોનના સીટી ઈજનેર વોર્ડના ડે. ઈજનેરને લોકસંસદ વિચાર મંચે રજૂઆતો કરી છે.
વોર્ડ ૧૪ના લક્ષ્મીવાડી મેઈન રોડ પર તકીદે ડામર પાથરવાની લેખીત રજૂઆતો મ્યુ. કમિશ્નરે કચરા પેટીમાં સ્વાહા કરતા સંસ્થા દ્વારા ખાડા ભૂમિ પૂજન, અબિલ ગુલાલ, હારતોરા કરી પૂજન બાદ ધરણા અને ધરપકડો વ્હોરી હતી શાસકો દ્વારા પોલીસનો ઉપયોગ કરી આંદોલન કર્તાને દબાવવાનો પ્રયાસ હરગીત નહી ચલાવી લેવાય દિવાળી બાદ જોયા જેવી થશે તેવી લતાવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે. બેઠકમાં ગજેન્દ્રસિંહ ઝાલા, માણસુર વાળા, શિવરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ પટેલ, જયેન્દ્રસિંહ રાણા અશ્ર્વીન રાણપરા, કાશ્મીરાબા જાડેજા, અંજલી ચોટલીયા શિતલ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં રહેવાસી વેપારીઓએ હાજરી આપી હતી.