અઠવાડિયા પહેલા પુજારા પ્લોટની બંધ શાળામાં જઈ જાત જલાવીહતી: ત્રણ શખ્સોની ધરપકડ
શહેરના લક્ષ્મીવાડી વિસ્તારનાં લક્ષ્મીપાર્કમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનું કામકાજ કરતા યુવાને ગત તા.૨૭મી માર્ચે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પુજારા પ્લોટ પાસેથી બંધ શાળામાં પેટ્રોલ છાંટી જાત જલાવનાર યુવાને સારવારમાં દમ તોડતા ત્રણ શખ્સો વિરુઘ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ ડી.એ.ધાંધલ્યા વધુ કાર્યવાહી હાથધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડીના લક્ષ્મીપાર્ક ફલેટ નં.૨૦માં રહેતા અને મોબાઈલ રીપેરીંગ મોબાઈલ લે-વેચનું કામકાજ કરતા કૌશિક નરેશભાઈ પારેખ નામના ૧૯ વર્ષીય યુવાને ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પુજારા પ્લોટમાં આવેલી બંધ શાળામાં પેટ્રોલ છાંટી જાત જલાવતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન યુવાને દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગે વધુ વિગત મુજબ મૃતક કૌશિક પારેખની ફરિયાદ પરથી જે-તે દિવસે લક્ષ્મીવાડીના હરૂભા ઝાલા પાસેથી ૫ ટકે રૂ.૧.૫૦ લાખ વ્યાજે લીધા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત લક્ષ્મીવાડીમાં રહેતા દિપ ઉર્ફે ચિરાગ રમેશ સોલંકી પાસેથી રૂ.૫૦ હજાર, નિલકંઠ રોડ પર આવેલા આશાપુરા મોબાઈલવાળો નિલેશ તખુભાઈ સોલંકી પાસે પોતાના મિત્રની અલ્ટો કાર, બાઈક અને પોતાનું એકટીવા તથા બે આઈફોન અને બે સેમસંગના ફોન ગિરવે રાખી ૨૦ ટકાના વ્યાજે રૂ.૧.૫૦ લાખ લીધા હતા તથા મીલપરામાં આવેલા હાર્દિક ગોકાણી પાસેથી રૂ.૧ લાખના મોબાઈલ લીધા હતા.
વ્યાજખોરો દ્વારા થતી સવાર-નવાર પઠાણી ઉઘરાણીના મામલે યુવાન કૌશિક પારેખે પોતાની જાત જલાવી લેતા ભકિતનગર પોલીસે હ‚ભા ઝાલા, નિલેશ સોલંકી અને દિપ ઉર્ફે ચિરાગ સોલંકી વિરુઘ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.ગત તા.૨૭મી માર્ચે હભા અને દિપ ઉર્ફે ચિરાગે મૃતક કૌશિકના ઘરે જઈ પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી કરી મારકુટ કરી હતી. જયારે નિલેશે પૈસાની ઉઘરાણી બાબતે વાહનો પણ પડાવી લેતા યુવાને અંતે કંટાળી પોતાની જાત જલાવી હતી જેનું લાંબી સારવાર બાદ મોત નિપજતા પારેખ પરિવારમાં શોક સાથે આક્રંદ છવાઈ ગયો છે. ઘટનાની નોંધ કરી ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે હરૂભા, નિલેશ અને દિપ ઉર્ફે ચિરાગની ધરપકડ કરી હતી. બાદ યુવાન કૌશિકનું મોત નિપજતા આપઘાતની ફરજ પાડવા બદલનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.