શોમાં ૪૦ જેટલા મ્યુઝીશ્યન, ૬ થી વધુ સીંગર અને ખાસ પસંદગીના ગીતો છવાયા
રાજકોટના આંગણે સુપ્રસિધ્ધ લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીના ગીતો શહેરીજનોએ માણી ભાવવિભોર બન્યા હતા. લક્ષ્મીકાંત પ્યારેલાલની લાઈવ ઈન ક્ધસર્ટ માણવા રાજકોટ ઉપરાંત આજુબાજુનાં વિસ્તારમાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના મહેમાન બનેલા પ્યારેલાલજીનું ભવ્ય અભિવાદન કરાયું હતુ. તેમની એક ઝલક નિહાળવા માનવ મહેરામણ ઉમટયું હતુ.
ગોસેલેબ સંસ્થા આ પ્રકારની ઈવેન્ટ યોજવા માટે દેશભરમાં જાણીતી છે. ત્યારે શહેરના કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે પ્યારેલાલજીની લાઈવ ઈન ક્ધસર્ટે રંગ જમાવ્યો હતો અને સંગીત પ્રેમીઓએ સંગીતના સાગરમાં ધુબાકા માર્યા હતા. છેલ્લા ૫૦ વર્ષોથી આ સુપ્રસિધ્ધ સંગીત જોડી શ્રોતાઓનાં દિલમાં રાજ કરી રહી છે અને અનેક રેકોર્ડબ્રેક ફિલ્મમાં સંગીત આપી આકર્ષણ જમાવ્યું છે. ગોસેલેબ સંસ્થા લોકોને ટેસ્ટ જાણી કાર્યક્રમ યોજતી રહી છે. આ કાર્યક્રમ રાજકોટ બાદ હવે વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ યોજાશે.
રાજકોટમાં સંગીત શોખીનો વધુ હોય તેથી અમે દિલથી શો કર્યો: લક્ષ્મીકાંત પ્યારેલાલજી
ગુજરાતમાં રાજકોટમાં આવીને એક મોટો શો કરવાનું અમારૂ ખૂબજ મન હતુ આ શોમા અમે ૪૦ જેટલા મ્યુઝીશયન તેમજ છ, સાત જેટલા અવાજ (સીંગરો) તેમજ ખાસ પસંદનાગીતો લખાવ્યા છે. અમે આ શો ખૂબજ દિલથી કરવાના છે જેમાં તમારા પ્યાર અને આર્શિવાદની જરૂર છે. ૪૦ વર્ષથી વધુ વર્ષ મે ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. ત્યારબાદ અમે વેસ્ટર્ન મ્યુઝીક કમ્પોઝ કર્યું છે. તેમજ ઈન્ડીયામાં જયાં સંગીતપ્રેમી છે જે સંગીતને પસંદ કરે છે ત્યાં ઈને વર્ષમાં અમે સારા અને મોટા ત્રર ચાર શો કરીએ છીએ અને અહિંયા પણ જેને જોઈએ તેને સંગીતનો શોક છે.
એટલે અહીયા અમે સંગીતનો શો કરવા આવ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે જરૂર થી આ શોમાં ગીતો સાંભળજો. સમયની સાથે બધુ બદલે છે. અને જે બદલે છે તે સારા માટે બદલે છે. નૌશાદ સાહબ, એસ.જી. બર્મન છે અમે છીએ કોઈ લોકોને આવું સંગીત ગમતુ હોઈ તો કોઈ લોકોને બીજાનું બધાની પસંદ અલગ અલગ હોય છે. તો એનો મતલબ એવો નથી કે આને પસંદ કરે છે તો બીજા ખરાબ છે. સંગીતના સમયમાં ટેકનીકલી બધી વસ્તુ ખૂબ ઈમ્પ્રુવાઈ થતુ હોય છે. અમારે બધા સમયના સંગીતને સાથે લઈને ચાલશું તો કોઈ સંગીત જૂનુ નહી થાય અને નવી વસ્તુ ઉમેરશુ તો એ ખૂબજ સારૂ રહેશે અમે ખાસ રાજકોટના લોકો માટે જ આવ્યા હતા.