આપણી ભારતીય સંસ્કૃતિમાં આજના આ હરીફાઇના યુગમાં દરેક મનુષ્ય પુષ્કળ પુરૂષાર્થર્સ તથા મહેનત કરે છે. આ પુરૂષાર્થ દ્વારા પોતાનું તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ પણ કરે છે, પરંતુ ઘણી વખત મનુષ્યએ પુરુષાર્થ દ્વારા પોતે કમાયેલું ધન અયોગ્ય જગ્યાએ જતુ હોય છે. જેમ કે ઘણીવાર કોઇ આકસ્મિક કે અનિયમિત ખર્ચાઓ આવી જતા હોય છે. જેમાં ખરીદી, હોસ્પિટલ, બાળકોની શાળાઓની ફી પ્રસંગો વગેરે જેવા ખર્ચાઓ આવી જતા મનમાં અનેક પ્રશ્ર્નો ઉદભવતા હોય છે.
માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા, સરસ અને સુંદર મજાનાં પાઠ છે સૂકતમ સ્ત્રોત્ર તથા કનકધારા સ્ત્રોત કે જેનો નિત્ય પાઠ કરવો જોઇએ સાથો સાથ માં લક્ષ્મીની ઉપાસના માટે ઓમ હીં મહાલક્ષ્મ્યે નમ: ના મંત્રનો પણ જાપ કરવો આટલું કર્મ કર્યા બાદ મનુષ્યને યોગ્ય માર્ગ પણ મળશે સાચી દિશા પણ મળશે તથા શુભલક્ષ્મીની પણ પ્રાપ્તિ થશે. તેના પર ધનની વર્ષા પણ થશે. પણ આ ધનને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું કરવું? તો કમાયેલા ધનને ટકાવવા માટે કુબેરભંડારી દાદાને પ્રસન્ન કરવા જોઇએ. તેમની ઉપાસના માટે કુબેરદાદાની બાવની આવે છે તેનો એક પા કરવો જોઇએ.
માં લક્ષ્મી તથા કુબેરભંડારી દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે સમયાંતરે પોતાના ઘરે કે ઓફીસમાં ધનતેરશ કે કોઇ સારો દિવસ હોય ત્યારે બ્રાહ્મણને બોલાવી માં લક્ષ્મીજી તથા કુબેર દાદાની પૂજા કરાવવી જોઇએ. સાથે પૂજન વિધિ પૂર્ણ થયા બાદ કુટુંબપરિવારના વડીલો આશીર્વાદ પ્રાપ્ત કરવા.