૯૬ વર્ષથી અડીખમ ઉભેલ આસ્થાના સ્થંભ સમાન એવા લક્ષ્મણઝુલા પર દર્શનાર્થીઓ માટે અવર-જવર પર પ્રતિબંધનો નિર્ણય આખરે રાજ્ય સરકારે લીધો
હરિદ્વાર એટલે આસ્થાનો સ્તંભ ભારતના લોકો સહિત દેશ વિદેશના લોકો માટે હરિદ્વાર એ ભારતનું આસ્થાનું હાર્દ છે. ત્યારે ઋષિકેશ કેમ ભૂલી સકાઈ જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણના યાદો સાંભડીને બેઠેલું એ ઋષિકેશ કે જેના નામ સાથે જોડાયેલ અને વિશ્વ વિખ્યાત લક્ષમણજુલ્લા.
રાજ્યના પી.ડબલ્યુ.ડી વિભાગ હસ્તકના આ લક્ષ્મણ જુલ્લા પરના દર્શનાર્થીઓ પ્રવેશને બંધ કરવાનો નિર્ણય આખરે સરકારે મંજૂર કરી નાખ્યો. જ્યારે આ પુલ માટેના થયેલ એજન્સીના સર્વે પ્રમાણે આ પુલના સસ્પેન્સન નબડા પડી ગયા હોય અને આ પુલ પરથી હજારો દર્શનાર્થીઓ પસાર થતાં હોય આ પુલ નબળો પડી ગયાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.
૪૫૦ ફૂટની ઊચાઇ પર લોખંડના સસ્પેન્સન અને તાર પર ટકી રહેનારો આ પુલ જિલ્લા પંચાયતને જાળવણી માટે ૧૯૨૩થી સંભાડવામાં આવ્યો તેને બાંધનાર બ્રિટિશ ઇરા કંપનીએ આ પુલ સોપેલ . આ પુલ સાથે અધ્યાત્મિક રીતે લોક વાઈકા જોડાયેલ છે જેને લીધે આ પુલનુ મહત્વ દેશ અને દુનિયામાં મોખરે છે. તે મુજબ ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે વનવાસ દરમ્યાન અહી આવ્યા ત્યારે લક્ષ્મણજી આ પુલ પરથી પસાર થતાં. તેવી અધ્યાત્મિક દ્રષ્ટીકોણથી આ પુલનું અધ્યાત્મિક મહત્વ છે.
ડિઝાઇન ટેક. ક્ધસલ્ટન્ટ નામની એજન્સી દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલ જેમાં સામે આવેલ પુલની ખામીઓમાં આ પુલના અમુક ભાગો જર્જરિત અને તૂટી પડે એમ હોય આ પુલ ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાયું એમ છે.
એડિશનલ ચીફ સેક્રેટરી ઓમ પ્રકાશની ‘અબતક’ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતું કે લક્ષ્મણ જુલાને બંધ કરી દેવામાં આવશેે અને આ પુલ ફરી ક્યારે લોકોની અવાર જવર માટે ખોલવામાં આવશે તે કોઈ નિશ્ચિત ના કહી શકેને કદાચ નકી પણ નહીં કે તે ફરી દર્શન માટે ખૂલી શકે.
નરેન્દ્ર નાગર જિલ્લા પંચાયતના વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પુલ અવર જવર માટે સુરક્ષિત ન હોય કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પેહલા આ પુલ પરની અવાર જવરને બંધ કરી દેવામાં આવી છે
આ પુલ જે રીતે બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે તેના પર ૧૦૦-૨૦૦ કિલો પર ચો. મીટર વજન ખમવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે છેલ્લા કેટલાક સેમીથી આ પુલ પર પ્રવાસીઓની અવાર જવર અને પ્રવાસીઓની સંખ્યા પણ વધી ગઈ હોય સાથે સ્થાનિકો આ પુલ પરથી પોતાના ટુ વ્હીલ પણ પસાર કરતાં હોય આ જોખમી સાબિત થાય તેવું છે. ઉતરખંડ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ આદેશ છતાં પણ આ પુલ પરથી ટુવ્હીલ બહુ મોટી સંખ્યામાં પસાર થતાં હોવાના લીધે આ પુલના પીલોર નબડા પડી ગયા છે.
આ વચે જિલ્લા પંચાયત દ્વારા નવા બાંધકામ માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં આ પુલનું રિપેરિંગ શકય ના હોય આ પુલને ફરી નવો બનાવવાનો જ ઉકેલ જાણતો હોય આ પુલને નવો બનાવવા માટે તેની બાજુમાં એક નવો પુલ બનાવવા માટે ડિઝાઈનથી લઈ કઈ રીતે બનાવી શકે તેની સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
લક્ષ્મણ જુલા પર અવાર જવર બંધ થતાની સાથે જ શ્રદ્ધાળુઓનો ધસારો લક્ષ્મણ જુલ્લાથી થોડે દૂર આવેલ રામ જુલ્લા પર વધશે આ પુલને અંદાજે ટીઆરએન દાયકા પેહલા બનાવવામાં આવેલ છે. જ્યાર ેથોડા સમયમાં જ કાવડ યાત્રાનો પ્રાંભ થવાનો હોય કાવડિયાઓ હરિદ્વારથી ઋષિકેશ દર્શનાર્થે બહુ મોટી સંખ્યામાં જતાં હોય છે ત્યારે કાવડિયાઓ પણ આ જગ્યાં પર ઋષિકેશના મંદિરે દર્શન માટે બીજા પુલ પરથી પસાર થઈને જવા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે આ પુલ ના છેડે ઘણી મોટી બજાર આવેલી હોય આ બજારના દુકાન દર અને રાફ્ટિંગ એસોસીએસનના પ્રમુખ દિનેશ ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે આ પુલ પરથી રાફ્ટિંગ માટે આવતા લોકો પુલના બીજે છેડે ઉતરી અને અહી આવતા જ્યારે આ પુલ બંધ થઈ જતાં અમારા વ્યાપાર ધંધા પર પણ મોટો ફેર પડશે. જ્યારે પુલની પરિસ્થિતિનો ખ્યાલ આસપાસમાં સ્થિત યોગ આશ્રમના યોગગુરૂ સુધીરાનંદનું પણ એજ કહેવાનું હતું કે પ્રવાસન માટે થઈ લોકોના જીવ પર જોખમ મૂકવો એ વ્યાજબી વાત ના હોય આ પુલ પરની અવાર જવરને બંધ કરવાનો નિર્ણય યોગ્ય જ છે. આ નિર્ણય યોગ્ય તો લેવામાં આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં આ પુલને બંધ કરવાના નિર્ણય પર કોઈ સવાલ ન ઊઠે તો.