બોલીવૂડમાં વીક એન્ડ ના જ નહીં બલ્કે વીક ડેઝ એટલે કે આખું અઠવાડીયું પાર્ટી ચાલતી રહે છે. ફિલ્મ શરુ થાય તો પાર્ટી, ફિલ્મ પૂરી થાય તો પાર્ટી, મ્યુઝિક લોન્ચ કરાય તો પાર્ટી ફિલ્મ હીટ થાય તો પાર્ટી….. બસ, પાર્ટી હી પાર્ટી હવે તો દોસ્ત લોગનો બર્થ ડે હોય તો પણ બોલીવૂડ સ્ટાર પાર્ટી આપવા લાગ્યા છે.
ગઇકાલે શ્ર્વેતા બચ્ચન નંદાએ ખાસ ફ્રેન્ડ ફેશન ડીઝાઇન કાજલ આનંદના બર્થ ડેની પાર્ટી આપી હતી. તેમાં કરન જોહર, આલિયા ભટ્ટ, દીપીકા પડુકોન, મલાઇકા અરોરા, અમૃતા અરોરા, કરીના કપૂર, કૃતિ શેનોન, તમન્ના ભાટિયા વિગેરેએ હાજરી આપી હતી. કૃતિ અને તમન્ના તો એરપોર્ટ પર જ કિલક થઇ ગઇ હતી.
તેઓ સીધા જ પાર્ટીમાં પહોચ્યા હતા. શ્ર્વેતા બચ્ચન તેના સંતાનો (નાવ્યા અને નિનાદ) મોટા થઇ જતા હવે પાર્ટી એનિમલ બની ગઇ છે અને એમાં ખોટું ય શું છે ? તેના િ૫તા શહેનશાહ છે.