પાંચ દિવસીય ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ; વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પાઠવી શુભેચ્છા
વિશ્ર્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં શ્રીફળ હોમવાના અને મહાયજ્ઞની પૂર્ણાહુતિ સમયે ઉપસ્થિત રહીને લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનાં સાક્ષી બનેલા ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પાઠવેલી શુભેચ્છા અને અભિનંદનની જાણ કરી હતી.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના સાક્ષી બનેલા અને મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યાની અનૂભૂતિ વ્યકત કરનાર ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ મહાયજ્ઞની પૂર્ણાહુતિ સમયે યજ્ઞ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે વિશ્ર્વનો સૌથી મોટો અને ભાગ્યે જ થાય તેવો ઐતિહાસીક લક્ષચંડી મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જે ન ભૂતો ન ભવિષ્યતિ સમાન કહી શકાય પાંચ દિવસના યજ્ઞમાં લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટેના માઈક્રો પ્લાનીંગથી પ્રભાવિત થયેલ નીતીનભાઈ પટેલે કહ્યું હતુ કે ઉંઝા શહેર અને તાલુકાના હજારો ભાઈઓ બહેનોએ અદ્ભૂત આયોજન કર્યું છે. ધાર્મિક અનુષ્ટાન અને વૈદિક પરંપરા અનુસાર યજ્ઞ પૂરો થયો છે. મહાયજ્ઞની મહત્વની વાત એ છે કે પાંચ દિવસ દરમિયાન યજ્ઞશાળા,મંદિર કે કોઈ પણ સ્થળે એકપણ જગ્યાએ ધકકામૂકી થઈ નથી નાતો કોઈને ઈજા થઈ છે કે નતો બાળકથી લઈને વૃધ્ધને તકલીફનો સામનોકરવો પડયો છે.
પાંચ દિવસ દરમિયાન ભોજન વ્યવસ્થા પ્રસાદ, ચા-પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાની સુંદર વ્યવસ્થા થઈ છે. સામાજીક જાગૃતિ માટે અને નવી સિધ્ધિઓ લક્ષ પ્રાપ્ત થશે ખેડુતો માટે માર્ગદર્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાત સરકારના તમામ વિભાગે આયોજનમાં સહયોગ આપ્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંદેશો પાઠવ્યો છે. કે આયોજકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ તેવું નીતીનભાઈ પટેલે કહ્યું હતુ તેમણે કહ્યું હતુ કે સમાજની સમરસતા માટે આ યજ્ઞ પ્રેરણાદાયી બનાયો છે. યજ્ઞ કાર્ય માટે પાંચ કરોડથી લઈને નાની રકમનું દાન અસંખ્ય દાતાઓ એ ર્ક્યુ છે. સેંકડો દાતાઓ સમાજને એકત્ર કરવા માટે સહયોગ આપીને આશીર્વાદ મેળવ્યા છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ: હાઈલાઈટ્સ
– ૭૦૦ શ્ર્લોકની એક શપ્તપદીના ૧ લાખ પાઠ કરાયા
– ૧૫૦૦૦ બહેનોના બ્રેસ્ટ કેન્સર સ્કેનીંગ
– ૧૭૦૦૦ હજાર કરતા વધુ લોકો પરિવારજનોથી વિખુટા પડયા તેમને લાઉડ સ્પીકર પર પરિવારજનો સાથે મુલાકાત કરાવી.
– પાંચ દિવસમાં ૨ કરોડ ૩૦ લાખની રકમ દાન પેટે મળી.
– હેલીકોપ્ટરમાં બેસી ૧૨૫૦ લોકોએ મંદિર અને યજ્ઞશાળા પર પુષ્પવર્ષા કરી
– ૨૨ લાખથી વધુ લોકોએ ભોજન લીધું
– પાંચ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ ધર્મ સભાનો લાભ લીધો
– ૧૦ જેટલા રેકોર્ડ બ્રેક કરાયા હતા.
– મેડિકલ ઈમરજન્સી એક પણ કેસ નથી.
– ૭ લાખ થી વધુ લોકોએ રાઈડ્સનો આનંદ માણ્યો.
– ૨ હજાર પાંચસોથી વધુ વ્યકિતએ મેડિકલ ચેકઅપ કરાવ્યું
– ૧૬ યજમાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ માટે ૭ કરોડ ૭૧ લાખ દાન
– ૧૧૦૦ મુખ્ય આચાર્ય શાસ્ત્રી રાજેશ અનંત દેવ શુકલ અને – ૧૧૦૦ પ્રકાંડ પંડીત દ્વારા મહાયજ્ઞ સંપન્ન