કરોડો પાટીદારો સહિત સમગ્ર દેશના તમામ જ્ઞાતિના અને સમાજના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દર્શન કરવા અને મા ઉમીયાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે રાજકીય મહાનુભાવો અને વિશિષ્ટ મહાનુભાવો પધારી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શન કરવા પધારેલા સાંસદ મોહનભાઇ કુંડાલીયા, રાજયના યાત્રાધામ વિભાગ તથા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોર તથા રાજયના કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ભવ્યાતિ ભવ્ય અને માઇક્રો પ્લાનીંગથી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમણે આયોજકો અને સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર વિશ્ર્વના કલ્યાણ માટે યોજાયેલા મહાયજ્ઞ મહોત્સવએ ઘ્યાન, વિજ્ઞાન અને જ્ઞાનનો અદભુત સમનવય હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુઁડાલીયાએ જણાવ્યું હતું કે મા ઉમાના પરિવાર ખેતી અને ધરતી સાથે જોડાયા છે. તેમનો ખેતી અને ધરતી સાથેનો લગાવ શબ્દમાં વર્ણવી શકાય નહિ. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ જ્ઞાન, વિજ્ઞાન અને ઘ્યાનનો અધભૂત સમનવય છે. પાટીદારો ઉદાર દિલના હોય છે. દરેક સમાજને સાથે રાખી તેમજ દરેક સમાજને લાભ મળે તે માટે વિશાળ દિલના પાટીદારોએ મહતવનો મહોત્સવ આયોજીત કર્યો છે. ખેડુતોને કૃષિક્ષેત્રનું માર્ગદર્શન મળી રહે અને ઉઘોગોને મદદરુપ થાય તેવું આયોજન ગોઠવ્યું છે. જે ધન્યવાદને પાત્ર છે.