એકિટવ-સમરસ પેનલ વચ્ચે જંગ: ૬ હોદા અને ૧૧ કારોબારી બેઠકમાં ૩૭ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું :

રાજકોટ બાર એસોસીએશનના ૬ હોદેદારો, મહિલા કારોબારી અનામત અને ૯ કારોબારી મળી ૧૫ બેઠકોની આજે મતદાનમાં કાતીલ ઠંડી વચ્ચે વકીલો ઉત્સાહભેર લાઈન લગાડી મતદાન કરી રહ્યાં છે. બારની ચુંટણીમાં સમરસ પેનલનાં પ્રમુખ તરીકે હાલના ડીજીપી સંજય વોરા અને એકટીવ પેનલના પ્રમુખ તરીકે હાલના બારના ઉપપ્રમુખ બકુલ રાજાણી વચ્ચે જંગ છે.  સમરસ પેનલના ઉપપ્રમુખ આર.આર.મહેતા, સેક્રેટરી પી.બી.મારૂ, જોઈન્ટ સેક્રેટરી નિલેશ પટેલ અને લાયબ્રેરી સેક્રેટરી જે.એફ.રાણા જયારે મહિલા અનામતમાં રેખાબેન પટેલ તેમજ નવ કારોબારી બેઠકમાં સમરસ પેનલના ૧૦ સભ્યોએ ઝુંકાવતા એક સભ્યની હાર નિશ્ચિત છે. ઉપરાંત ચુંટણી પૂર્વે સમરસ પેનલના અમિત ભગત બિનહરીફ થયા છે.

જયારે એકટીવ પેનલના ઉપપ્રમુખ તરીકે સિઘ્ધરાજસિંહ જાડેજા, જોઈન્ટ સેક્રેટરી વિકાસ શેઠ અને સેક્રેટરી તરીકે જીજ્ઞેશ જોષી અને મહિલા કારોબારી સહિત ૧૦ સભ્યોએ ઝુંકાવ્યું છે. ઉપરાંત સ્વતંત્ર રીતે પ્રમુખ, ઉપપ્રમુખ મળી સાત વકીલોએ ઉમેદવારી કરી નસીબ અજમાવ્યું છે. સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.