૨૫ બેઠકો પર ૯૯ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ: તા.૮ એપ્રિલના રોજ મતગણતરી
કાયદાના તજજ્ઞોની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીનું આજે રાજયના તમામ બાર ખાતે વકીલો દ્વારા ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે કુલ મતદારો ૨૮૩૫ પૈકી ૧૧૫૦ એડવોકેટસે મતદાન કર્યુ છે.
વકીલોની પ્રતિષ્ઠાભરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ૨૫ બેઠકો પર ૯૯ વકીલોએ ભાવી અજમાવ્યું છે. રાજયનાં ૨૮૫૦૦ જેટલા વકીલ મતદારો નોંધાયો છે. જેમાં રાજકોટ શહેરનાં ૫૫૦૦ અને જિલ્લામાં ૪૦૦૦ જેટલા એડવોકેટને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે.
રાજકોટ બાર એસોસીએશનના સભ્ય અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને હાલ કમિટિમાં સ્થાન ભોગવતા દિલીપ પટેલે વધુ એક વખત ઝંપલાવ્યું છે.જયારે બાર એસોસીએશનના પૂર્વ કારોબારી સભ્ય અને યુવા એડવોકેટ ડો. જીજ્ઞેશ જોષી અને સીનીયર એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજા સહિત પાંચ વકીલોએ ઉમેદવારી નોંધાવી છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી રાજયસભા અને સિન્ડીકેટની ચૂંટણી એક સરખી પધ્ધતિથી યોજાતી હોય છે. જેમાં મતદારો જેટલી બેઠકો હોય તેટલા મત આપી શકે જેમાં મત ગણતરી પ્રેફરન્સ મતો મુજબ થતી હોય.
મતદાનના પ્રારંભ સાથે એડવોકેટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મતદાન કરી રહ્યા છે. રાજકોટ સીવીલ કોર્ટ બિલ્ડીંગ ખાતે સવારે ૧૦ કલાકે મતદાનના પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે વકીલો મતદાન કરી રહ્યા છે. અને ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથકની કામગીરી સંભાળી રહ્યા છે.
બાર કાઉન્સીલ દ્વારા જયાં ૪૦૦થી ઓછા મતદારો છે ત્યાં મતદાનનો સમય ૧૦ થી ૨ રાખવામાં આવ્યો હતો. આજે રાજયના ૨૫૩ તાલુકા સહિત તમામ બાર એસો.માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ૨૫ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ઉત્સાહભેર એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. રાજકોટ બાર એસો.ના સીવીલ કોર્ટ બિલ્ડીંગમાં સવારી જ મતદાન માટે વકીલોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આ લખાય છે ત્યારે આશરે ૬૦ ટકા જેવું મતદાન નોંધાયું છે. તેમજ મતદાનની ટકાવારી ઉંચી જવાની સંભાવના વ્યકત ઈ રહી છે.
આ ઉપરાંત રાજકોટ બાર એસો.ના સભ્યો દિલીપ પટેલ, જીગ્નેશ જોશી, સિધ્ધરાજસિંહ જાડેજા સહિત પાંચ વકીલ ઉમેદવારો બાર કાઉન્સીલ ઓફની ચૂંટણીમાં વિજય બને તે માટે વકીલો દ્વારા એક જૂટ થઈ મતદાન કરી રહ્યાંનું બહાર આવ્યું છે.
મતદાન પૂર્ણ થયા બાદ મત પેટી સાંજે અમદાવાદ લઈ જવામાં આવશે. જયાં ગુજરાત યુનિવર્સિટીમાં તા.૭મી એપ્રીલે મત ગણતરી હાથ ધરવામાં આવશે. સ્ટ્રેટેસ્ટીક ડિપાર્ટમેન્ટના પ્રોફેશરો અને બાર કાઉન્સીલના ચૂંટણી અધિકારીઓ સો રહી મત ગણતરી હાથ ધરવામાં આવશે. તેમજ મત ગણતરી પ્રેપરન્સ મત મુજબ ગણતરી થાય છે. જેમાં ૧૬૦૦થી વધુ એકડા પ્રાપ્ત કરનાર એડવોકેટો પ્રમ ક્રમાંકે ચૂટાયેલા જાહેર કરાશે.
આજે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની યોજાયેલી ચૂંટણીના મતદાનમાં સવારી જ મતદાન કરવા માટે એડવોકેટોએ લાંબી કતારો લગાવી મતદાન કર્યું હતું. જેમાં બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ઉમેદવાર દિલીપ પટેલ, જીજ્ઞેશ જોશી અને સિધ્ધરાજસિંહ જાડેજા સહિતના ઉમેદવારોએ મતદાન કર્યું હતું. તેમજ બાર એસોના પ્રમુખ અનિલભાઈ દેસાઈ ઉપપ્રમુખ બકુલ રાજાણી, જોઈન્ટ સેક્રેટરી ‚પરાજસિંહ પરમાર, બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસ, પરકીન રાજા, તુષાર ગોકાણી, મનહરભાઈ મજેઠીયા તેમજ સીનીયર ધારાશાી અભય ભારદ્વાજ, શ્યામલભાઈ સોનપાલ, એસ.કે.વોરા, મનીષ ખખ્ખર, અશોક ડાંગર, દેવપ્રકાશ સ્વામી સહિતના સીનીયર-જૂનિયર એડવોકેટોએ પોતાના મતાધીકારનો ઉપયોગ કર્યો હતો.