આરબીએ અને એક્ટિવ પેનલ દ્વારા મોડીરાત સુધી ચૂંટણી પ્રચાર બાદ બંને પેનલના ઉમેદવારો દ્વારા જીતનો દાવો
3322 પૈકી 2200 વકીલ મતદારોએ મતદાન કર્યું: સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં ધારાશાસ્ત્રીઓનો જમાવડો
રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં આરબીએ અને એક્ટિવ પેનલ વચ્ચે સિધો મુકાબલો છે. બંને પેનલ દ્વારા ગત મોડીરાત સુધી મતદાર વકીલોને મનવા અને પોતાના તરફી મતદાન માટે સમજાવવા પ્રચાર જારી રાખવામાં આવ્યો હતો. આરબીએ પેનલ દ્વારા નાગર બોર્ડીગ ખાતે જમણવાર રાખવામાં આવ્યું હતું. જ્યારે એક્ટિવ પેનલ દ્વારા રેસકોર્સ બાલ ભવન ખાતે જમણવાર રાખવામાં આવ્યું હતું. બંને પેનલ દ્વારા યોજાયેલા વકીલોના સમેલનમાં મોટી સંખ્યામાં ધારાશાસ્ઓત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાથી આરબીએ અને એક્ટિવ પેનલ દ્વારા જીતનો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સવારે નવ થી બપોરના ત્રણ વાગ્યા સુધી સિવિલ કોર્ટ બિલ્ડીંગ ખાતે મતદાન થવાનું છે.
સવારથી જ મોટી સંખ્યામાં મતદાર એડવોકટ દ્વારા મતદાન માટે પહોચી ગયા છે. અને ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. બપોર સુધીમાં અંદાજે 70 ટકાથી વધુ મતદાન થાય તેવી ધારણ છે. મતદાનના પ્રારંભ સાથે જ સિવિલ કોર્ટ બિલ્ડીંગ ખાતે મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત થઇ મતદાન કરી પ્રમુખ સહિતના હોદેદારો માટે મતદાન કરી રહ્યા છે. બપોર બાદ મત ગણતરી શરૂ થશે અને મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થઇ જશે બંને પેનલમાં અત્યાર વિજય થવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બાર એસોસિએશનની ચૂંટણીના મતદાનના પ્રારંભ સાથે જ બંને પેનલના ઉમેદવારો તેમજ તેમના સમર્થક અને ટેકેદારો દ્વારા મતદાન કર્યુ હતુ.
આરબીએ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સિનિયર ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહી, એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી, પ્રમુખ પદ માટે સ્વતંત્ર રીતે લડતા એન.આર.જાડેજા, બાર કાઉન્સલ ઓફ ગુજરાતના કો-ઓપ સભ્ય સંજયભાઇ વ્યાસ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઇ પટેલ, સિનિયર એડવોકેટ નરેશભાઇ સિનરોજા, કોંગ્રેસ અગ્રણી પરકીન રાજા, જયંતભાઇ ગાંગાણી,જીતેન્દ્રગીરી ગોસાઇ, વિવેક સાતા, યોગેશ ઉદાણી, મનોજભાઇ તંતી, નિલેશભાઇ વેકરીયા, હેમલભાઇ ગોહેલ, હિતેશભાઇ ભાયાણી, સંજયભાઇ પંડયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દિલીપભાઇ પટેલ, કોંગી આગેવાન અશોકસિંહ વાઘેલા, બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, આરબીએ પેનલના પ્રમુખપદના ઉમેદવાર લલિતસિંહ શાહી અને એક્ટિવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર બકુલભાઇ રાજાણીએ મતદાન કર્યું દ્વારા મતદાન કરવામાં આવ્યં છે.
44 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ
રાજકોટ બાર એસો.ની આજે યોજાનારી ચૂંટણીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની આર.બી.એ. પેનલ અને યુવા વકીલોની એક્ટિવ પેનલ મેદાનોમાં ઉતરી છે. તેમાં છ હોદ્દેદારો અને દસ કારોબારી સભ્યો વગેરેની 10 બેઠકો 44 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. પ્રમુખપદ માટે જાડેજા નરેન્દ્રસિંહ રણજીતસિંહ, રાજાણી બકુલ વિનોદરાય, લલિતસિંહ, જંગબહાદુર અને વાઘેલા હરિસિંહ મનુભા ચિત્રમાં રહે છે.
જ્યારે ઉપપ્રમુખમાં આર.બી.એ. પેનલના નલિન પટેલ અને સ્વતંત્ર ઉમેદવારી કરનાર કિશન વાલવા, સેક્રેટરીમાં દિલીપ જોશી, યોગેશ ઉદાણી અને કૌશિક વ્યાસ, જોઈન્ટ સેક્રેટરીમાં જે. એફ. રાણા, વિકાસ શેઠ, મોહિત ઠાકર, વિરેન વ્યાસ, ટ્રેઝરરમાં નીરવ પંડ્યા નૈનેશ ઠક્કર અને સુમિત વોરા, લાઈબેરી સેક્રેટરીમાં અજય પીપળીયા જયદેવભાઈ શુક્લ, નવ કારોબારી સભ્યોમાં નૃપેન ભાવસાર, ગિરીશભાઈ ભટ્ટ, વિમલ ડાંગર, જયંત ગાંગાણી, તુલસીદાસ ગોંડલીયા, જીગ્નેશ જોશી, વિજય જોશી, વિશાલ જોશી, રમેશ કાપડિયા, અભય ખખ્ખર, બિપિન કોટેચા, બીપીન મહેતા, કલ્પેશ નસીત, મહર્ષિ પંડ્યા, ધર્મેશ પરમાર, અનિલ પરસાણા, ગૌતમભાઈ રાજ્યગુરુ, ગોરધનભાઈ રામાણી, પિયુષ સખીયા, વિવેક સાતા, શૈલેષ સૂચક અને ઘનશ્યામભાઈ ઠાકર વગેરે 22 ઉમેદવારો ચિત્રમાં રહે છે.
મહિલા અનામતમાં નિશા લુણાગરિયા, અરુણા પંડ્યા, રજનીબા રાણા અને ભાવના વાઘેલા એમ ચાર ઉમેદવારોનો સમાવેશ થાય છે.44 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે.