જજે ટ્રાફિક સમસ્યા હલ કરવા સુચના આપી: સિનિયર ધારાશાસ્ત્રી અને ઉચ્ચ અધિકારીઓની મઘ્યસ્થી મામલો થાળે પડયો
શહેરમાં વાહન ચાલકો વાહન પાર્ક કરી જતા રહેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો ટોઇંગ કરી અને દંડ ફટકારી રહ્યા છે જેથી વાહન ચાલકો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને મારામારી પણ થઈ હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે હોસ્પિટલ ચોક નજીક સિવિલ કોર્ટ બિલ્ડીંગ બહાર વર્ષોથી વકીલો પોતાની કાર પાર્ક કરી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કોર્ટ બિલ્ડીંગ બહાર રોડ ઉપર પાર્ક કરેલી વકીલોની 25 જેટલી કારમાં લોક કરી દેવામાં આવ્યા હતા જે ઘટના વકીલોના ધ્યાને આવતા વકીલોના ટોળા ઉમટી પડ્યા હતા
વર્ષોથી વકીલો કાર પાર્ક કરે છે તો પછી આજે કેમ વકીલોની કારને લોક કરી દેવામાં આવ્યા તેવા પોલીસને સવાલ કરતા ફરજ પર રહેલા પોલીસ કર્મીઓ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કારમાં લોક કર્યા હોવાનું જણાવ્યું હતું જેના પગલે વકીલ દ્વારા ટ્રાફિક પીઆઇ વાઘેલા અને ઝણકાતને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યા હતા અને વકીલોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે વર્ષોથી વકીલો દ્વારા અહીં પોતાની કાર પાર્ક કરવામાં આવે છે આજે કેમ અચાનક વકીલોની કારમાં લોક કરવામાં આવ્યા ત્યારે બંને પીઆઇ દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી લોક કરી કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું જેથી વકીલોએ બંને પીઆઇને જણાવ્યું હતું કે જો તમારે કાર્યવાહી કરવી હોય તો પહેલા સૂચના આપવી જોઈએ અને બાદમાં જ કાર્યવાહી કરવી જોઈએ અથવા તો બાર એસોસિએશનને આ અંગે જાણ કરવી જોઈએ જાણ કર્યા વગર તમે કાર લોક કરી શકો નહીં તેવી ઉગ્ર રજૂઆત બાદ વકીલો દ્વારા ચીફ જસ્ટીસ મખીજાને રજૂઆત કરતા ન્યાયાધીશએ પોલીસ કર્મચારીઓને ખખડાવ્યા હતા અને જણાવ્યું હતું કે હોસ્પિટલ ચોકમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે ક્લિયર કરાવો અને શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા નિવારવા સૂચના આપી હતી. બાદમાં વકીલો અને પોલીસ કર્મીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો મામલો સમજાવટથી અંતે પડયો હતો.
ટ્રાફીક પી.આઇ. કોર્ટમાં હાજર રહી વકીલો માટે ટ્રાફીક અંગેના કોઇ નિયમ અંગેની અલગ જોગવાઇ છે કે કેમ વકીલોને સવાલ કરી ટ્રાફીક નડતર વાહનો વ્યવસ્થાના ભાગે ડિટેઇન કરવામાં આવશે.