ચીનની વસ્તુ નહી ખરીદવા અને નહી વાપરવા વકીલોએ લીધી પ્રતિજ્ઞા

ભારત સરહદે ચીનના સૈનિક દ્વારા ભારતીય ૨૦ સૈનિકો ઉપર હુમલો કરી બર્બરતા પૂર્વક મોત નિપજાવેલા હતા આ શહીદ જવાનોના માનમાં રાજકોટ વકીલો દ્વારા કેન્ડલ માર્ચથી શ્રધ્ધશંજલી આપી ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની વકીલોએ પ્રતિજ્ઞા લેવામાં આવી છે. વધુમાં તાજેતરમાં ચીનના સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો ઉપર કરેલા હુમલામાં વિરગતી પામેલા ૨૦ સૈનિકોને રાજકોટ કોર્ટ કમ્પાઉન્ડ ખાતે વકીલોએ કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી આ તકે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપ પટેલ, બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, શ્યામલ સોનપાલ, રેવન્યુ બાર ના પ્રમુખ સી.એચ.પટેલ, ક્રિમીનલ બારના પ્રમુખ હિતુભા જાડેજા, નોટરી એસો.ના પ્રકાશસિંહ ગોહેલ, કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા અને લીગલ સેલનાં હિતેશ દવે તેમજ ડિસ્ટ્રીકટ બારના નરેન્દ્રસિંહ સહિત વકિલો ઉપસ્થિત રહ્યા હતા.

જયારે બીપીન ગાંધી, યોગેશ ઉદાણી, એ.જી.પી. સમીર ખીરા દીલીપ મહેતા, પરાગ શાહ, કમલેશ ડોડીયા, સંદીપ વેકરીયા, તુષાર ગોકાણી, અજય પીપળીયા, રેખાબેન તુવાર, વિવેક ધનેશા પંકજ દોંગા, પિયુષ સખીયા, વિજય રૈયાણી, કૈલાશ જાની, કેતન મંડ, સુમીત વોરા, અંશ ભારદ્વાજ સમીટાબેન અટરી, બિનલ બેન રવેસીયા રાજભા ગોહિલ અને સિધ્ધરાજસિંહ જાડેજા વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ ચીની વસ્તુ નહી ખરીદવાનો અને નહી વાપરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.