- વન બાર વન વોટ મુજબ નોંધાયેલા 3699 મતદારો પૈકી 2122 વકીલોએ મતદાન કર્યું
- પ્રમુખ પદમાં છ, ઉપપ્રમુખમાં ત્રણ, સેક્રેટરીમાં ચાર, જોઈન્ટ સેક્રેટરીમાં બે, ટ્રેઝરરમા ત્રણ, લાઇબ્રેરી સેક્રેટરીમાં બે અને મહિલાના અનામત મળી કારોબારીની 10 બેઠક મળી 51 ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં કેદ: રાત્રે પરિણામ
- રાજકોટ સહિત રાજ્ય ભરના 272 12 એસોસિએશનમાં આજે મતદાન યોજનાર છે.
જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી – 2025માં છ હોદેદારો અને દસ કારોબારી સભ્યોની નક્કી કરવા માટેના ત્રિપાંખિયા જંગમાં આજે નવા કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમ વખત મતદાન 3:00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જેમાં આ લખાય છે ત્યારે 2122મતદાનથયું છે 57 ટકા થી મતદાન થયું છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઇડલાઇન વન બાર વન વોટ મુજબ રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનોની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 3,699ની સભ્ય સંખ્યા ધરાવતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે બી વિંગમાં પહેલા માળે પ્રથમ વખત જ મતદાન શરૂ થયું છે.
આ ચૂંટણીમાં ત્રણ વખત ચૂંટાયેલા હાલના પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, ભાજપ લીગલ સેલ સમર્થિત દિલીપભાઈ જોષીની કાર્યદક્ષ પેનલ અને બીસીઆઈ મેમ્બર દિલીપભાઈ પટેલ પ્રેરિત પરેશ મારૂની સમરસ પેનલ વચ્ચે ત્રિપાંખિયા જંગનું આજે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાયું છે. જેમાં સવારથી વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ તેમજ સિનિયર જુનિયર વકીલોએ મતદાન કર્યું હતું.આ ચૂંટણીમાં ત્રણ પેનલો સહિતના ઉમેદવારોમાં પ્રમુખપદ માટે હરિસિંહ મનુભા વાઘેલા, દિલીપભાઈ નટવરલાલ જોષી, બકુલભાઈ રાજાણી, પરેશભાઈ ભગવાનજીભાઈ મારુ, અતુલકુમાર મોહનલાલ જોશી અને કૌશિક કાંતિલાલ પંડ્યા વગેરે છ ઉમેદવારો મેદાનમાં છે. ઉપપ્રમુખમાં ત્રણ ઉમેદવારોમાં મયંકકુમાર રમણીકલાલ પંડ્યા, નીરવકુમાર કરુણાશંકર પંડ્યા અને સુમિત ધીરજલાલ વોરા, સેક્રેટરીપદમાં ચાર ઉમેદવારોમાં સંદીપ મનજીભાઈ વેકરીયા, વિનેશ કદમકાંત છાયા, કેતનકુમાર પ્રફુલચંદ્ર દવે અને પરેશકુમાર મનસુખલાલ વ્યાસ. જોઇન્ટ સેક્રેટરીના બે ઉમેદવારોમાં જીતેન્દ્ર હિંમતલાલ પારેખ અને ગિરિરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા. ટ્રેઝરરમાં ત્રણ ઉમેદવારોમાં કૈલાશ જીતેન્દ્રભાઈ જાની, રાજેશ બચુભાઈ ચાવડા અને પંકજ રામજીભાઈ દોંગા, લાઇબ્રેરી સેક્રેટરીના બે ઉમેદવારોમાં રવિ ભુપેન્દ્રભાઈ ધ્રુવ અને કેતન વાજસુરભાઈ મંડ, કારોબારી સભ્ય મહિલા અનામતમાં ચાર ઉમેદવારોમાં અરુણા/ અલકા હરિલાલ પંડ્યા, રૂપલબેન ભાસ્કરભાઈ થડેશ્વર, હર્ષા નીરવકુમાર પંડ્યા અને રક્ષા ગિરીશભાઈ ઉપાધ્યાય તેમજ તેમજ સામાન્ય કારોબારીની નવ બેઠકો ઉપર 27 ઉમેદવારો સહિત કુલ 51 ઉમેદવારો આજે નસીબ અજમાવી રહ્યા છે.
આજે બપોરે ત્રણ વાગ્યે મતદાન પૂરું થયા બાદ થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે, અને મોડી રાત સુધીમાં પરિણામો આવી જશે તેમ મનાય છે.