વરસાદના કારણે કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહેશે: બાર એસોસિએશન દ્વારા ઠરાવ
રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકોને મુસ્કેલી ન થયા અને ટ્રાફિક જામ ન થયા તે માટે કામ ન હોય તેઓએ ઘર બહાર ન નીકળવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા અપીલ કરવામાં આવી છે.
ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અને ઝાડ તુટવાની ઘટના સામે આવી છે ત્યારે લોકોને જ‚રી કામ સિવાઇ બહાર ન નીકળવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા જાહેર જનતાને અનુરોધ કર્યો છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પક્ષકારો કોર્ટ સુધી પહોચી શકે તેમ હોવાનું તેમજ વકીલો પણ નિયત સમયે અદાલતમાં આવી શકે તેમ ન હોવાથી રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સંજયભાઇ વ્યાસ અને સેક્રકેટરી મનિષ ખખ્ખરે ઠરાવ કરી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેના હોવાનું ન્યાયમૂતિને જણાવ્યું છે. તા. ૧૫ જુલાઇના કેસની યથાવત સ્થિતી રાખવા અપીલ કરી છે.