- બાર એસો.ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે
ઉપપ્રમુખપદે સુમિત વોરા, સેક્રેટરીમાં કેતન દવે, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા, ટેઝરરમાં પંકજ દોંગા, લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ , કારોબારી સભ્યમાં પ્રગતિબેન માકડીયા, પરેશ પાદરીયા, કિશન વાલ્વા, અશ્વિન રામાણી, રવિ વાઘેલા, સંજય ડાંગર, તુષાર દવે અને અતુલ જોષીનો સમાવેશ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે જાણીતા ધારાશાસ્ત્રી પરેશ મારુની સમરસ પેનલ દ્વારા આજે બપોરે 12:39 કલાકે વિજય મૂહુર્તમાં ફોમ્ર્સ રજૂ કરી ઉમેદવારી નોંધાવી
છે. ગઈકાલે સિનિયર વકીલ દિલીપ જોષીની પ્રમુખપદવાળી કાર્યદક્ષ પેનલ અને વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તા. 9મીએ ઉમેદવારી પાછી ખેંચવાના અંતીમ દિવસ બાદ તા. 10ના રોજ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ ઉમેદવારો દ્વારા વકીલોની ઓફિસો ખાતે ડોર ટુ ડોર પ્રચાર કાર્ય હાથ ધરવામાં આવશે.
શહેરમાં જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર ખાતે નવી કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમવાર બાર એસોસિએશન ચૂંટણી 2025 યોજાનાર છે, ત્યારે ગઈકાલે કાર્યદક્ષ અને એક્ટિવ પેનલ દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયા બાદ આજે સમરસ પેનલના પ્રમુખના દાવેદાર પરેશ મારું સહિત હોદ્દેદારો અને કારોબારીમાં ઉમેદવારી રજૂ કરી છે તેમાં બાર એસોસિયેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. સમરસ પેનલમાંથી આજે પ્રમુખપદે પરેશભાઈ મારુ, ઉપપ્રમુખપદે સુમિત વોરા, સેક્રેટરીપદ માટે કેતન દવે, જોઈન્ટ સેક્રેટરીમાં ગિરિરાજસિંહ જાડેજા, ટેઝરરમાં પંકજ દોંગા અને લાઇબ્રેરી સેક્રેટરીમાં કેતન મંડ વગેરેએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે મહિલા અનામત કારોબારી સભ્યમાં પ્રગતિબેન માકડીયા, અન્ય નવ કારોબારી સભ્યોમાં પરેશ પાદરીયા, કિશન વાલવા, અશ્વિન રામાણી, રવિ વાઘેલા, સંજય ડાંગર, તુષાર દવે અને અતુલ જોષીનો સમાવેશ થાય છે. ચૂંટણીના આજે ફોર્મ ભરવાની મુદત સાંજે પૂરી થઈ રહી છે, ત્યારે આ વર્ષે બકુલ રાજાણીની એક્ટિવ પેનલ, દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ અને પરેશ મારુંની સમરસ પેનલ મળી કુલ 48 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત કેટલાક સ્વતંત્ર ઉમેદવારોએ પણ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. કુલ 55 થી 60 જેટલા ફોર્મ ભરાયાનું જાણવા મળેલ છે. આજે સાંજે પાંચ વાગ્યે ફોર્મ ભરવાનો સમય પૂરો થતો હોય ત્યારબાદ તા. 10ની સાંજ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની મુદત આપવામાં આવી છે. ફોર્મ પરત ખેચાયા બાદ તારીખ 11ની સાંજે 5:00 કલાકે આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જોકે ફોર્મ પરત ખેંચાવાની શક્યતા નહિવત છે. કારણ કુલ ત્રણ પેનલ વચ્ચે જ હરીફાઈ જંગ જામ્યો છે, ત્યારે પેનલોની વચ્ચેની હરીફાઈ નક્કી મનાય છે તારીખ 20 મી મતદાન થયા બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.
બારની ચૂંટણીમાં ભાજપમાં જૂથવાદ!!
બાર એસોસિએશનની ચૂંટણીમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પ્રેરિત વકીલોની પેનલો આમને સામને ચૂંટણી જંગમાં જંપલાવી રહી છે. ત્યારે આ વર્ષની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ દ્વારા એક પણ પેનલ મેદાનમાં ઉતારવામાં આવી નથી પરંતુ બારની ચૂંટણીમાં ત્રણેય પેનલમા ભાજપના અગ્રણીઓના સમર્થન વાળા પેનલો ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે. ત્યારે લીગલ સેલના આકાઓ દ્વારા પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પોતાના ટેકેદારોને લડાવી રહ્યા છે. ભાજપમાં પણ આ મામલે આંતરિક જૂથવાદ જોવા મળે છે. જાણીતા ધારાશાસ્ત્રી પરેશ મારુ ની સમરસ પેનલ , સિનિયર વકીલ દિલીપ જોશી ની પ્રમુખપદ વાળી કાર્યદક્ષ પેનલ અને વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી ની એક્ટિવ પેનલ દ્વારા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
એક્ટિવ પેનલમાં મહિલા અનામતમાં હર્ષાબેન પંડ્યાએ ઝંપલાવ્યું
બાર એસોસિએશનની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ પેનલમાં ઉપપ્રમુખ પદે એડવોકેટ નિરવ પંડ્યાએ ગઈકાલે ઉમેદવારી નોંધાવ્યા બાદ એક્ટિવ પેનલમાં મહિલા અનામતમાં કારોબારી સભ્ય તરીકે પત્ની હર્ષાબેન નિરવ ભાઈ પંડ્યાએ ઉમેદવારી નોંધાવતા કદાચ બહારના ઇતિહાસમાં પ્રથમ વખત પતિ પત્ની ચૂંટણી લડી રહ્યા હોય તેવો કિસ્સો બન્યો છે. ત્યારે ચૂંટણી લડી રહેલા દંપતીને સિનિયર જુનિયર વકીલોએ પંડ્યા દંપતીને શુભેચ્છા પાઠવી છે