આવતીકાલથી યોજાનાર બે દિવસીય ચોમાસુ સત્રમાં બિલ પસાર કરાશે
સોશિયલ મીડિયાના દૂરઉપયોગને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા નવો કાયદો લાવવા માટે વિચારણા ચાલી રહી છે. તે મુજબ જેઓ ઓનલાઈન વાંધાજનક પોસ્ટ શેર કરશે તેમની વિ‚ધ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે. સરકાર દ્વારા આ બિલને પસાર કરવા માટે ખાસ તૈયારી કરવામા આવી રહી છે. આ અંગેની ચર્ચા રાજય સભાના બે દિવસના ચોમાસુ સત્રમાં કરવામાં આવશે જે આવતીકાલથી યોજાવવાનું છે.
આ બિલ પસાર કરવા માટે ઘણા વિરોધ કરી રહ્યા છે. કારણ કે તેના દ્વારા લોકોની અભિવ્યકિતની સ્વતંત્રતા જોખમાશે આ બિલ દ્વારા વાંધાજનક બાબતો પોસ્ટ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ગુજરાત સરકારના અધિકારીઓ અને વ્યકિતગત રાજકીય પાર્ટીઓ અને અન્ય લોકો સામે વિવાદાજન્ય આરોપો વાળા નિવેદનો સામે કાર્યવાહી કરવામા આવશે.
આ નવા નિયમ મુજબ પોલીસને આવા કોઈ પણ વ્યકિતને ધરપકડ કરવાની સતા આપવામાં આવશે. તેમજ તે મુજબ જેઓ આવી વાંધાજનક બાબતો ફોર્વડ કરશે તો તેમના પર એકથી ત્રણ વર્ષની સજા માટે પણ કાયદાકીય કામગીરી આઈટી એકટ અને આઈપીસી એકટ હેઠળ ચલાવવામાં આવશે. આ કાયદા દ્વારા પોલીસને સ્પેશિયલ પાવર આપવામાં આવશે ગુજરાત રાજયના કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અન્ય તપાસ સોંપવા પણ આ બાબત માટે વિચારણા કરવામાં આવી છે.