બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સુપ્રીમ કોર્ટના જસ્ટીશ એમ.આર. શાહ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાનો સત્કાર સમારંભ યોજાયો
હાઈકોર્ટના જસ્ટીસ એમ.આર. શાહ અને સોલીસીટર તુષાર મહેતાને સુપ્રિમ કોર્ટમાં મહત્વની કામગીરી સોંપાતા બંનેનું બહુમાન કરવા અમદાવાદ હાઈકોર્ટના ઓડીટોરીયમ ખાતે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા બહુમાન કરી સત્કાર સમારંભ યોજાયો હતો. ત્યારે જસ્ટીસ એમ.આર. શાહે વધુને વધુ લોક અદાલતો યોજી સરળ અને ઝડપી ન્યાય મળે તેવા પ્રયત્નો ધારાશાસ્ત્રી દ્વારા કરવામાં આવે તેવો અનુરોધ કર્યો છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે અમદાવાદમાં સુપ્રીમ કોર્ટના જસ્ટીસએમ.આર. શાહ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાનો સત્કાર સમારંભ યોજયો હતો. જસ્ટીસ એમ.આર.શાહ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે ૧૪ વર્ષ ફરજ બજાવી ચૂકયા છે.
ઉપરાંત તુષાર મહેતા પણ ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ એડવોકટ જ નરલ તરીકે કાર્યરત હતા. બંને ગુજરાતનાં હોવાથી અને સુપ્રીમ કોર્ટમાં મહત્વની કામગીરી કરી રહ્યા હોવાથી બંનેના બહુમાન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટનાં ઓટિરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાંમુખ્યમંત્રી વિજય રૂપાણી, હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે,કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, એડવોકેટ જનરલકમલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
જસ્ટીસ એમ.આર. શાહે અભિવાદન સ્વીકારતી વખતે કહ્યું હતુ કે ગુજરાતમાં કોર્ટ અને વકીલોએ સંયુકત ભાગીદારીથી લોક અદાલતો જેવા આયોજનો કરી લોકોને સરળ અને ઝડપી ન્યાય અપાવ્યો છે.જેના કારણે પેન્ડીંગ કેસોમાં ઘણો ઘટાડો થયો છે. વીમા વળતર કે અકસ્માત સહાયના કેસનું ઉદાહરણ આપી તેમણે કહ્યું હતુ કે અસરગ્રસ્ત પરિવારને જયારે યોગ્ય ન્યાય અને સહાયની જરૂર હોય ત્યારે ન મળે તો ન્યાયનો કોઈ અર્થ રહેતો નથી. તેથીલોકોને સરળ અને ઝડપી ન્યાય મળી રહે તે માટે ધારાશાસ્ત્રીઓએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગુજરાત હાઈકોર્ટના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો તેમણે વાગોળ્યા હતા અને યુવા વકીલોને અપીલ કરી હતી કે તેઓ કોર્ટની ગરીમા અને ડેકોરમ જાળવે લોકોનો ન્યાયમાં વિશ્વાસ ટકી રહે તેરીતે કામ કરે.
આ ઉપરાંત તુષાર મહેતા, સોલીસીટર જનરલ ઓફ ઈન્ડીયા તરીકે નિમણુંક થતા તેઓનું બહુમાન કરતા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો આભાર માનેલ આ પદ પર પહોચવામાં સફળતા મળેલી છે માટે તેઓએ ગુજરાતના સીનીયર ધારાશાસ્ત્રીઓ, પૂર્વ તેમજ વર્તમાન ન્યાયમર્તિઓનો આભાર વ્યકત કરેલો.
આ ઉપરાંત આ પ્રસંગના આનુસાંગીક પ્રવચન કાયદામંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, તેમજ એડવોકેટ જનરલ કમલ બી ત્રિવેદીએ કરેલ. આ પ્રસંગે બાર કાઉન્સીલની વેબસાઈટ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલ જેના થકી ધારાશાસ્ત્રી બી.સી.જી. સાથે નાણાકીય લેવડ દેવડ ઓનલાઈન કરી શકશે અને બાર કાઉન્સીલની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે.
તેમજ બાર કાઉન્સીલના એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી. વાઘેલાએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપ પટેલ, પૂર્વ ચેરમેન અનિલ કેલ્લા, વાઈસ ચેરમેન પ્રવિણ પટેલ તેમજ અન્ય સભ્યઓ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ તેમજ વર્તમાન ન્યાયમૂર્તિઓ સીનીયર ધારાશાસ્ત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.