ભુમાફીયાના ઈશારે વસુલાયેલી રકમ ઓકવતી પોલીસ: જયેશ પટેલને લંડનથી ભારત લાવવા કાનુની જંગ અંતિમ ચરણ 

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સહિત તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુના બાદ જામનગર પોલીસે તરફથી કોર્ટમાં 3 હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કરવામા આવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલને દર્શાવાયો છે. જમીન માફિયા દ્વારા શહેરભરના માલેતુજારો પાસેથી ઉઘરાવેલી ખંડણી પૈકીની રૂા.5 કરોડની રકમ રીકવરી કરવામાં આવેલ હોવાનું સત્તાવાર જાહેર થયું છે. પોલીસે જયેશ પટેલ અને તેની ગેંગના 12 સભ્યો સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બદલ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો.આ ગેંગ દ્વારા શહેરના માલતુજારોને ફસાવી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. આ ગેંગ દ્વારા શહેરના અનેક વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવી લીધી હતી. આ પ્રકરણમાં જયેશ પટેલ અને તેના બે સાગરીતો રમેશ અભંગી અને સુનિલ ચંગેલા હજુ ફરાર છે. જ્યારે આ જ પ્રકરણમાં ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બિલ્ડર નિલેશ ટોલિયા, વકીલ વી એલ માનસતા, પ્રફુલ પોપટ અને યશપાલ-જસપાલ જાડેજા બંધુ સહિતના 14 શખ્સોને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.

જયેશ પટેલ ગેંગના વેપારીઓ, રાજકારણીઓ, પૂર્વ પોલીસકર્મી, બિલ્ડર સહિતના 14 શખ્સો સામે 6 મહિના પહેલા ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામા આવ્યો હતો.જામનગરમાં જયેશ પટેલ આણિ મંડળી દ્વારા કિંમતી જમીન પચાવી પાડવાના કારસ્તાનોમાં ગેંગના સભ્યોમાં પણ વિવિધ કામગીરી વહેંચાયેલી રહેતી હોવાનો ખુલાસો થયો હતો. કિંમતી જમીન અંગે માહિતી મેળવીને એક-બીજાને પહોંચાડવી, એકમેકને આશ્રય આપવો અને વિવાદિત જમીનની સાચવણી કરવા સહિતના કામનો સમાવેશ થાય છે. જયેશ પટેલના ગેંગના મેમ્બરો જેની પોલીસે ધરપકડ કરી હતી તેઓ વ્યવસ્થિત રીતે કામ કરતા હતા. તેઓ મોકાની જમીનોના માલિકોની માહિતી ભેગી કરતા હતા તેમજ એક-બીજાને આશ્રય પણ આપતા હતા. વિવાદવાળી જગ્યાઓ બનાવીને તેને સાચવીને મદદગારી કરતા હતા જે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જયેશ આણી મંડળીએ વેપારીઓ પાસેથી વસુલ કરેલ પાંચ કરોડની ખંડણીની રકમની રિકવરી કરી હોવાનું પણ ચાર્જશીટમાં ઉલેખાયું છ.

ભૂમાફિયા જયેશ પટેલની ગેંગના વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી 

મહેશ છૈયા નામનો શખ્સ વિદેશ નાશી ગયાની આશંકા: ગુજશીટોક હેઠળ કુલ 16 શખ્સો સામે ગુનો નોંધાયો 

20201016160028 1618565684

રાજ્યભર તેમજ જામનગર માં અતિ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં વધુ એક શખ્સની સંડોવણી સામે આવી છે. જેને લઈને આ પ્રકરણમાં આરોપી ઓનો આંક 16 થયો છે. પોલીસે ગઈ કાલે રજુ કરેલ ચાર્જસીટમાં આરોપી તરીકે આ 16માં શખ્સનો ઉલ્લેખ કરાયો છે. આ શખ્સે જયેશ પટેલની વ્હાઈટ કોલર ટોળકીનો સભ્ય બની ખંડણી ઉઘરાવવામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે સુત્રોનું માનવામાં આવે તો આ શખ્સ હાલ ભારત છોડી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં જયેશ પટેલના ઓર્ગેનાઈઝ ક્રાઈમ નેટવર્કને નાથવા માટે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, જીમ્મી આડતિયા, યશપાલ અને જસપાલસિંહ જાડેજા બંધુઓ, પ્રવીણ ચોવટિયા સહિતના 12 શખ્સોની જેતે સમયે ધરપકડ કરી હતી. ત્યારબાદ વકીલ વીએલ માનસતા અને અનીલ ડાંગરિયાની પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસે પાંચ કરોડની રીકવરી પણ કરી લીધી છે. આ ઉપરાંત જયેશ સહિત ના આરોપીઓની મિલકતનો સર્વે કરી ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં વધુ એક શખ્સ એવા મહેશ છૈયાની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ શખ્સના સગળ મેળવવા અનેક પ્રયાસ કર્યા હતા. જો કે સુત્રોનું માનવામાં આવેતો આ શખ્સ હાલ ભારત બહાર છે. આમ આ પ્રકરણમાં આરોપીઓનો આંક 16 પર પહોચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.