ચોરી, લુંટ, અપહરણ અને હત્યાના બનાવો રોજીંદા બન્યા: ગુનાખોરીએ માઝા મૂકી છતા પોલીસ બિન્દાસ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસની નબળી કામગીરી સતત સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી આંગડિયા પેઢી લુંટ અને વેપારી અપહરણના મામલે સુરેન્દ્રનગર વેપારીઓ મેદાને આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી બની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગુનાખોરોને માઝા મૂકી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સાથે વેપારીઓ મેદાનમાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત અને જૂની પેઢી તરીકે ગણાતી આંગડિયા પેઢીના પટેલ માધવ મગન ના કર્મચારી ને મારી મારીને એક લાખની લૂંટ ક કરીને આરોપીઓ ફરાર બન્યા હતા ત્યારે હજુ ઘટનાને ચોવીસ કલાક પણ ન થતા સુરેન્દ્રનગર જિલ્લામાં બીજો બનાવ સામે આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા સોની વેપારી નું ગઈકાલે રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરીને ફરાર બન્યા છે જ્યારે જિલ્લાની પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સુરેન્દ્રનગર સોની વેપારીઓ આજે પોતાની દુકાનો બંધ રાખીને કાયદો વ્યવસ્થા સામે વિરોધ નોંધાવ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિશાળ વેપારીઓની રેલી નીકળીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા અને રજૂઆત કરવા માટે વેપારીઓ પહોંચ્યા હતા.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ અને ખાસ કરી સુરેન્દ્રનગર ઝાલાવાડ ફેડરેશનના કિશોર સિંહ અને સુરેન્દ્રનગર જિલ્લાના મોટા શોરૂમ ના વેપારીઓ અને સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતા પણ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મહેન્દ્ર ભાઈ ને રજૂઆત કરવા સુરનગર ડીએસપી ઓફિસ ખાતે વિશાળ રેલી યોજીને રજૂઆત કરવા પહોંચ્યા હતા
ત્યારે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે અને સુરેન્દ્રનગર જિલ્લામાં થતા ગુનાખોરી વ્યાજ વટાવ ના કારણે થતાં વેપારીઓ પર અત્યાચારો અને ખાસ કરીને ચોરી લૂંટફાટ ના ગુના ખોલો ને પકડી ને કડક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના વેપારી એસોસીએશન અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ફેડરેશન દ્વારા સુરેનગર ડીએસપી સમક્ષ માંગ કરવામાં આવી હતી