એન્જિનિયરિંગની ચારેય બ્રાંચ મીકેનીકલ, સિવિલ, ઇલેક્ટ્રિક અને કોમ્પ્યુટર ક્ષેત્રે વિદ્યાર્થીઓ જોડાયા
શહેરની ખ્યાતનામ એવી લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ જે વિદ્યાર્થીમાં રહેલી પ્રતિભાને બહાર નિખારવા માટે આવા અનેક કાર્યક્રમ કરતી હોય છે. તેના ભાગરૂપે ગુરુત્વાકર્ષણ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અલગ-અલગ ૧૫ થી ૧૭ જેટલી કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષે એન્જીનિયરીંગની ચાર બ્રાંચ, મિકેનીકલ, સિવિલ, ઈલેકટ્રીકલ અને કમ્પ્યુટર અને ડિપ્લોમાંની પણ ત્રણ બ્રાંચનો સમાવેશ થાય છે. જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ કૃતિનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બધી જ કૃતિઓમાં અનેક શહેરોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જેવા અનેક શહેરમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટેકનિકલમાં ત્રિડીબડી અને મેબોલીક એવી બે કૃતિ છે અને નોન ટેકનીકલ કૃતિમાં સિવિલ, ઈલેકટ્રીકલ અને કમ્પ્યુટરમાં આયોજન કરેલ છે. આ સમગ્ર કૃતિઓમાં વિદ્યાર્થીઓમાં રહેલી કળાને આગવી ઓળખ સાથોસાથ તેમનામાં છુપાયેલી એ સ્કીલને ડેવલોપ વિકસાવવાની તક મળે તે માટે આ ટેકફેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દરેક કૃતિમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને ઈનામો આપવામાં આવશે. દરેક કૃતિ માટે એક ફી નકકી કરવામાં આવેલી છે. જેમાં એકઠો થયેલો ફંડ એ સૈનિકોના ફંડ ફાળામાં એકઠું કરવાનું રહેશે. આ આયોજનમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલ છે જેના વિદ્યાર્થીઓ પોતાનો ઉત્સાહભેર આ સમગ્ર કાર્યક્રમને ખુબ જ સારો એવો ભાગ‚પ બની રહેશે.
કોલેજના વિદ્યાર્થી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સિવિલ ડિપાર્ટમેન્ટ ફાઈનલ યર્ર સ્ટુડન્ટ આ એક સિવિલની ઈવેન્ટ છે જેનું નામ છે ‘માસ્ટર બિલ્ડર્સ’ જેમાં જ રસ્તા જયાં ભેગા થાય છે ત્યાંની એક ડિઝાઈન એટલે કે મોર્ડલ બનાવાનું જે થર્મોકોલ સીટથી બનાવાના રહેશે. જેમાં પ્લાનીંગ આવ્યા છે. જેમાં ત્રણ પ્લાન છે કયું બનાવવું તે પાર્ટીસીપેટ નકકી કરશે. જેમના પરથી વિનર નકકી થશે. એક મોડલ અમેભી બનાવેલું છે કે જેના ફલાય ઓવરબ્રિજ છે. બીઆરટીએસનો રૂટ અને મીડલમાં સર્કલ આવે, આજુબાજુ બિલ્ડીંગ એવું બધુ મુકવું હોય તે મુકી શકે. આ ઈવેન્ટમાં એકઠી થયેલ ફીને સૈનિકોના ફંડ ફાળામાં મોકલવામાં આવશે.
ઈવેન્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા દીશા ચૌહાણે કહ્યું હતું કે, ગુરુત્વાકર્ષણ-૨૦૧૯માં જેમાં અમારી ઈવેન્ટનું નામ એકટો ઈન્વેસ્ટા. આ ઈવેન્ટમાં પર્ટીકયુલર લેબ ડીવાઈડ થઈ જાય. તેમાં કોઈ બીજા છે જેનો એરીયા કેટલો છે, બારીની સાઈઝ કેટલી હોવી જોઈએ આ ઈવેન્ટનું મેઈન ગોલ ઈ છે કે ડેવલોપ્મેન્ટ થાય અને ઓર્બ્ઝવેશન સ્કીલ વધે. તનગર હીરેને કહ્યું હતું કે, થ્રી ડિબડી ઈવેન્ટસમાં સ્ટુડન્ટસને બે વ્યુ આપવામાં આવશે. ડિપ્લોમાં અને ડિગ્રી માટે જેમાં તેમને થ્રીડી વિડીયોમાંથી વ્યુ ડ્રો કરવાના હોય છે અને બીજા રાઉન્ડમાં એજ મોડલમાંથી થ્રીડી મોડલ ઓટોકેરમાં ડ્રો કરવામાં આવશે.
એન્જીનિયરીંગની ચારેય બ્રાંચના વિદ્યાર્થીઓ જોડાયા: પ્રશાંત વ્યાસ
બે દિવસની ટેકનીકલ ઈવેન્ટ એટલે કે ગુરુત્વાકર્ષણ-૨૦૧૯ જેનું અમે નામ ૨૦૧૪થી શરૂ કરેલ છે. આજે સાતમું એન્યુઅલ અને ટેકફેસ્ટની ઈવેન્ટ છે. દર વર્ષે એન્જીનીયરીંગની આપડે ચાર બ્રાંચ મિકેનીકલ, સીવીલ, ઈલેકટ્રીકલ, કમ્પ્યુટર અને ડીપ્લોમાંની પણ ત્રણેય બ્રાંચની ટેકનીકલ અને નોન ટેકનીકલ ઈવેન્ટસનું આયોજન કરવામાં આવેલું છે. અહીં ૧૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં અલગ-અલગ ઈવેન્ટસમાં ભાગ લઈને વિજેતા થશે તેમાં ઈનામો આપવામાં આવશે. જે ઈવેન્ટ અને બ્રાંચ વાઈઝ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના વિકાસ માટે આ પ્રકારના આયોજનો થવા જોઈએ: કલ્પનાબેન ત્રિવેદી
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસ એટલે કે ૧૫ અને ૧૬ માર્ચ લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ ખાતે ટ્રેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક ફેસ્ટમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓએ પોતાનું મંતવ્ય-હુન્નર આપવા માટે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ગુરુત્વાકર્ષણ-૨૦૧૯ નામ હેઠળ આ ટેકફેસ્ટનું આયોજન કરે છે. ન્યુટનને વિચાર આવ્યો સફરજન નીચે પડયું એ શા માટે ઉપર કેમ ન ગયું અને ગુરુત્વાકર્ષણનો નિયમ આવ્યો એજ રીતે વિદ્યાર્થીઓને નવા વિચાર આવે અને વિકાસ થાય તે માટે આ ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. અહીં એન્યુઅલ ફંકશન પણ રાખવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલ છે.
૧૭ જેટલી ટેકનીકલ ઈવેન્ટોનું આયોજન: ડો.ભરત રામાણી
આજે અમારી કોલેજમાં ટેકનિકલ ઈવેન્ટ ગુરુત્વાકર્ષણ-૨૦૧૯નું આયોજન થયેલું છે. સમગ્ર ટીમ એસએલટીઆઈટીએ ખુબ જ મહેનત કરી ને પ્લાન કરેલું છે જેમાં બે ટેકનીકલ ઈવેન્ટ, નોન ટેકનીકલ ઈવેન્ટ એટલે કે લગભગ ૧૭ જેટલી ટેકનીકલ ઈવેન્ટ આયોજાયેલી છે.
બધી જ ઈવેન્ટમાં ૧૦૦૦થી વધારે પાર્ટીસીપેટ આવેલા છે. સૌરાષ્ટ્રમાં દરેક એરીયામાંથી જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર જેવા અલગ-અલગ એરીયામાંથી અને રાજકોટમાંથી પણ ઘણી કોલેજમાંથી પણ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ એજયુકેશન સહિત ટેકનીકલ નોલેજ મળે એ ભાવનાથી આ આયોજન કરવામાં આવ્યું છે અને મને આશા છે કે આ આયોજન ખુબ જ સરળ બનશે અને સારો બનશે. જે કોર કમિટી મેમ્બર, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સફળ થશે એવી આશા રાખેલ છે.