રોપિયન કાર કંપની રેનોલ્ટએ તેની સંપૂર્ણ નવી વૈશ્વિક પ્રોડક્ટ ’રેનોલ્ટ ટ્રાઈબર’ ભારતમાં આજે લોન્ચ કરી હતી. રેનોલ્ટ ટ્રાઈબર ભારત અને ફ્રાન્સમાં રેનોલ્ટની ટીમ્સ વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટનું પરિણામ છે. ભારતીય બજાર માટે કંપની દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલું વિશ્વનું પ્રથમ વાહન હોવાનું કંપનીએ જણાવ્યું છે.
રેનોલ્ટ ગ્રુપના સીઈઓ થિએરી બોલોરે જણાવ્યું હતું કે, ભારત રેનોલ્ટ માટે મુખ્ય બજાર છે. અમે હજુ ભારતમાં નવા છીએ છતાં અમારી મહત્ત્વાકાંક્ષા અમારી ડ્રાઈવ ધ ફ્યુચર યોજનાની રેખામાં સૌથી આગળ છે. ૨૦૨૨ સુધીમાં અમે અમારું વેચાણ બમણું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે અમે રેનોલ્ટ ટ્રાઈબર લાવ્યા છીએ, જે ભારતની મુખ્ય બજારને ધ્યાનમાં રાખીને વધુ એક પથદર્શક બનશે. રેનોલ્ટ ટ્રાઈબરને અમે વિશ્વભરમાં લઈ જઈએ તે પહેલાં ભારતીય ગ્રાહકો માટે પ્રથમ લોન્ચ કરી છે. કારણકે તેનું ઉત્પાદન પણ ભારતમાં જ કર્યું છે.
રેનોલ્ટ ટ્રાઈબર આકર્ષક ડિઝાઈનવાળું, મજબૂત, કોમ્પેક્ટ, ખુલ્લી સ્પેસ અને મોડ્યુલર, વર્સેટાઈલ વાહન છે, જે ૪ મીટર કરતાં ઓછી જગ્યામાં આરામથી એકથી સાત પેસેન્જર માટે પુરતી સ્પેસ ધરાવે છે. રેનોલ્ટ ટ્રાઈબર આકર્ષક ઇન્ટિરિયર સાથેનું અસલી પરિવર્તનકારી વાહન છે, જે આધુનિક, વિશાળ છતાં કોમ્પેક્ટ, અલ્ટ્રા- મોડ્યુલર, ઇંધણ- કાર્યક્ષમ વાહન છે. રેનોલ્ટ ટ્રાઈબરમાં ઘણા આધુનિક ફીચર્સ આપ્યા છે. રેનોલ્ટ ટ્રાઈબર ફાઈવ- સીટર સેગમેન્ટમાં સૌથી વિશાળ બૂટ સ્પેસ ધરાવે છે.
રેનોલ્ટ ટ્રાઈબર સાથે ગ્રુપ રેનોલ્ટનું લક્ષ્ય ભારતમાં તેનું વિસ્તરણ વધારવાનું છે. તેની યોજનાના ભાગરૂપે ગ્રુપ રેનોલ્ટનું લક્ષ્ય ૨૦૨૨ સુધી ૫૦ લાખથી વધુ વાહનોના લક્ષ્ય સાથે લગભગ ૪૦ ટકા વધારવાનું છે. ભારતમાં આગામી ત્રણ વર્ષમાં વાર્ષિક ૨૦૦,૦૦૦નું વેચાણ વોલ્યુમ વધારવાનું છે. રેનોલ્ટ ટ્રાઈબરનું ચેન્નાઈ પ્લાન્ટમાં ઉત્પાદન થશે અને ૨૦૧૯ના બીજા અર્ધવાર્ષિકમાં ભારતીય બજારમાં સ્પર્ધાત્મક કિંમતે વેચાશે.
નવા ફ્રન્ટ- બમ્પર મજબૂતી અને આધુનિકતા વ્યક્ત કરે છે. મુશ્કેલ રસ્તાઓ સાથે અનુકૂળ બનવાની ઉત્તમ ક્ષમતા ધરાવે છે. ૧૮૨ મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મજબૂતી છાપ પર ભાર આપે છે. અન્ય ફીચર્સમાં સ્કલ્પટેડ બોનેટ, ફ્રન્ટ અને રિયર એસયુવી સ્કિડ પ્લેટ્સ, રૂફ બાર્સ અને બ્લેક પ્લાસ્ટિક વ્હીલ આર્ચ પ્રોટેકશન્સ અને લોઅર પ્રોટેક્ટિવ ડોર પેનલ્સ વાહનને સાહસિક લૂક આપે છે. રસ્તાના બધા પ્રકાર માટે તેને અનુકૂળ બનાવે છે.
અત્યાધુનિક ફ્રન્ટ-એન્ડ
રેનોલ્ટ ટ્રાઈબર સમકાલીન અને આધુનિક ફ્રન્ટ- એન્ડની શોભા વધારે છે, જેમાં સિગ્નેચર રેનોલ્ટ ડિઝાઈન ફીચર્સ જેવા કે ક્રોમમાં સર્કલ્ડ એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ અને બ્લેક હેડલેમ્પ માસ્ક્સનો સમાવેશ થાય છે. રેનોલ્ટનો લોગો ટ્રિપલ એજ ક્રોમ ફ્રન્ટ ગ્રિલ પર હાઈલાઈટ કરાયો છે, જે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ સુધી વિસ્તારે છે. હેડલેમ્પ્સ પરફેક્ટ વિઝિબિલિટીની ખાતરી રાખે છે અને રેનોલ્ટ ટ્રાઈબરને આકર્ષક લૂક આપે છે.
રેનોલ્ટ ટ્રાઈબરની અંદર
રેનોલ્ટ ટ્રાઈબરની આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇન રોજબરોજના કમ્ફર્ટ અને ઉપયોગમાં આસાની માટે અત્યાધુનિક ટેકનોલોજી પ્રસ્તુત કરે છે. પેસેન્જર કમ્પાર્ટમેન્ટ લેઆઉટ કોન્વિવાયેલિટી અને શેરિંગ પ્રમોટ કરીને પ્રવાસીઓને ખરા અર્થમાં સુખદ ઓન-બોર્ડ
અનુભવ પ્રદાન કરે છે. સ્ટોરેજ ક્ષમતા
પ્રવાસીના કમ્ફર્ટની ખાતરી રાખવા માટે રેફ્રિજરેટેડ સેન્ટ્રલ સ્ટોરેજ એરિયા અને કપ હોલ્ડર્સ પ્રથમ અને બીજી સીટ્સ વચ્ચે દરેકની પહોંચમાં રહે છે. લોઅર ગ્લવ કમ્પાર્ટમેન્ટ, જે પણ રેફ્રિજરેટેડ છે તે ઉપરાંત ૪ લિટરથી વધુ ક્ષમતા સાથે અપ્પર ગ્લવ કમ્પાર્ટમેન્ટ પણ છે. રેનોલ્ટ ટ્રાઈબરના ફીચર્સમાં ૩૧ લિટર સુધી સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટની બેસ્ટ લેવલ છે, જે આ જ આકારની હેચબેક્સ પર સામાન્ય રીતે ઉપલબ્ધ કરતાં બેગણાથી વધુ છે.
કનેક્ટેડ મલ્ટીમીડિયા સિસ્ટમ
રેનોલ્ટ ટ્રાઈબરના ૨૦.૩૨ સેમી (૮ ઈંચ) મલ્ટીમીડિયા ટચ સ્ક્રીનમાં મીડિયાનેવ ઈવોલ્યુશન કનેક્ટેડ મલ્ટીમીડિયા સિસ્ટમ છે. તેના સ્માર્ટફોન રેપ્લિકેશન ફીચર સાથે તે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે અને તેના અન્ય ડ્રાઈવિંગ એન્ટરટેઈનમેન્ટ એપ્સ સાથે જોડે છે. મલ્ટીમીડિયા સિસ્ટમ યુએસબી પ્લસથી વિડિયોઝ પ્લે કરવાની સુવિધા આપે છે.
હેન્ડ્સ- ફ્રી સ્માર્ટ એક્સેસ કાર્ડ
સુવિધાજનક હેન્ડ્સ- ફ્રી કાર્ડ સાથે પ્રત્યક્ષ સંપર્ક કર્યા વિના દરવાજા ખોલી અને બંધ કરી શકાય છે અને એન્જિન સ્માર્ટ સ્ટાર્ટ સ્ટોપ બટન સાથે શરૂ કરી શકાય છે. કાર્ડમાં સેન્સર્સનો અર્થ એ છે કે ખિસ્સામાં કે બેગમાંથી કાર્ડ કાઢ્યા વિના અથવા બટન દબાવ્યા વિના દરવાજા બંધ અને ખોલી શકાય છે. હેન્ડ્સ- ફ્રી સિસ્ટમમાં ડ્રાઈવર વાહનથી દૂર જાય ત્યારે ઓટો- લોક ફંકશનનો સમાવેશ થાય છે.
સુપર સ્પેશિયસ, કમ્ફર્ટેબલ અને અલ્ટ્રા મોડ્યુલર
રેનોલ્ટ ટ્રાઈબર ૪ મીટર હેઠળ અલ્ટ્રા મોડ્યુલારિટી અને અજોડ લગેજ- સ્પેસ સાનુકૂળતા સાથે એકથી સાત લોકોને આરામથી સમાવી શકે છે. રેનોલ્ટ ટ્રાઈબર શ્રેષ્ઠ દરજ્જાની વિશાળતા આપે છે. અને કારમાં પ્રવાસીઓ ગમે ત્યાં બેઠા હોય તો પણ બધાને આરામ આપે છે. તે ફ્રન્ટ સીટ કપલ ડિસ્ટન્સ (૭૧૦ મીમી), ઉત્તમ બીજી હરોળમાં લેગ-રૂમ (૨૦૦ મીમી સુધી) અને ત્રીજી હરોળમાં લેગ-રૂમ (૯૧ મીમી) જેવી શ્રેષ્ઠ સુવિધા આપે છે. બધી હરોળ બધા પ્રવાસીઓ માટે ૧૨ વોલ્ટના ચાર્જિંગ સોકેટ્સ અને એર- કંડિશનિંગ સાથે એકસમાન આરામ આપે છે. લાંબા પ્રવાસીઓ પણ ત્રીજી હરોળની બે સ્વતંત્ર સીટ્સમાં આરામથી બેસી શકે છે, જે (૮૩૪ મીમી) ઊંચી છતની સુવિધા આપે છે અને બોડી પેનલ્સમાં આર્મરેસ્ટ્સ ફિટેડ છે.
એન્જિન
રેનોલ્ટ ટ્રાઈબરમાં ૧.૦- લિટર ૩ સિલિંડર પેટ્રોલ એનર્જી એન્જિન ફિટ કરાયું છે, જે ૯૬ એનએમ ટોર્ક સાથે ૭૨ પીએસ ઉત્પન કરે છે. ફાઈવ- સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા ફાઈવ સ્પીડ ઈઝી-આર એએમટી સાથે તેની જોડી જમાવી શકાય છે. તે ક્લિયો અને સેન્ડેરો જેવી યુરોપ અને સાઉથ અમેરિકામાં ગ્રુપ રેનોલ્ટની બી- સેગમેન્ટ કાર્સમાં ઉપયોગ કરાતી વૈશ્વિક પાવરટ્રેન છે. ડ્યુઅલ વીવીટી સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજી સાથે સમૃદ્ધ એન્જિન સર્વ રેવ્ઝમાં મહત્તમ પ્રતિસાદ આપે છે. ટોર્ક નીચા રેવ્ઝમાંથી ઉપલબ્ધ થાય છે, જે મહત્તમ એક્સિલરેશનની ખાતરી રાખે છે, ભારતમાં ડ્રાઈવિંગની સ્થિતિઓ માટે આદર્શ છે. એન્જિન ઉત્તમ ઇંધણ કાર્યક્ષમતા અને ઓછા મેન્ટેનન્સ ખર્ચ સાથે પરફોર્મન્સ અને ઇકોનોમી વચ્ચે યોગ્ય સંતુલન પ્રદાન કરે છે.
સેફ્ટી ફીચર્સ
રેનોલ્ટ ટ્રાઈબર ભારતીય બજાર માટે સર્વ સુરક્ષાની આવશ્યકતાઓનું પાલન કરે છે. તેનું મંચ મજબૂતી અને ઉચ્ચ સ્તરની નિષ્ક્રિય સુરક્ષા પૂરી પાડે છે. સક્રિય સુરક્ષાની બધી હરોળમાં ૩૦ પોઈન્ટ બેલ્ટ દ્વારા ખાતરી રખાય છે, જેમાં હરોળ ૧ અને હરોળ ૨માં સાઈડ સીટ્સ રિટ્રેક્ટર સાથે સમૃદ્ધ છે. ડ્રાઈવર બેલ્ટ પ્રીટેન્શનર અને લોડ લિમિટર સાથે સુસજ્જ છે. રેનોલ્ટ ટ્રાઈબરમાં ૪ એરબેગ છે, જેમાં ડ્રાઈવર, પેસેન્જર અને આગળની બાજુઓનો સમાવેશ થાય છે.