નામની ચકાસણી, નવું ચૂંટણી કાર્ડ કઢાવવું, કાર્ડમાં ફેરફાર, મોબાઈલ નંબર લીંક સહિતની કામગીરી ઘર બેઠા કરી શકાશે

લોકશાહીને વધુને વધુ મજબૂત બનાવવા માટે  દેશવાસીઓમાં મતદાન કરવા માટે જાગૃતતા આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત  વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજયમાં મતદારોની સુવિધા માટે રાજય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઈન નંબર એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપની મદદથી  મતદાર ઘર બેઠા નવું ચૂંટણી કાર્ડ કઢાવવું, વોટર કાર્ડ સાથે મોબાઈલ નંબરનું   લીંકઅપ, ચૂંટણી કાર્ડમાં ફેરફાર સહિત કામગીરી કરી શકો લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાનનું મૂલ્ય અનેરૂ છે.

મતદાતાઓની સુવિધા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન નંબર એપ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા મતદાન કરવા માગતા મતદારો પોતાનું નામ વોટર લીસ્ટમાં ચેક કરવા,નવું  ચૂંટણી કાર્ડ કઢાવવા, ચૂંટણી કાર્ડમાં  ફેરફાર કરવા, ચૂંટણી કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા વગેરે જેવી અગત્યની સુવિધા “વોટર હેલ્પલાઇન નંબર એપ” થી ધર આંગણે મેળવી શકે છે.

વોટર હેલ્પલાઇન નંબર એપ નાગરિકોના ચૂંટણીકાર્ડમાં ફેરફાર કરાવવાની સાથોસાથ ચૂંટણીને લગતા સમાચાર, નજીકના મતદાન પોલની માહિતી, જૂની ચૂંટણીના પરિણામો અને મુંઝવણ અનુભવતા મતદાતાઓ સાથે ફોન કરી વાત કરી શકાય તેવા નંબરની સુવિધા પણ આપતી હોય છે. આ ઉપરાંત ખોવાઈ ગયેલ ચૂંટણીકાર્ડ, નામ, સરનામા જેવી સામાન્ય બાબતો ઓનલાઈન ભરી ફરી ચૂંટણી કાર્ડ સરળતાથી  મેળવી શકાય છે. આ સુવિધાનો લાભ લેવા  મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.