- વેબસાઇટમાં 400 થી વધુ દીકરા-દીકરીઓના બાયોડેટા મુકાયા: સમયાંતરે પરિચય મેળા યોજાશે
નવનાતના વિશ્ર્વવણિક સંગઠનના ઉપક્રમે રોયલ વણિક મેરેજ બ્યુરોના સમન્વય સાથે પસંદગી મેળાવડાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોઢ વણિક સમાજના દીકરા-દીકરીઓ માટે પરિચય મેળાની વેબસાઇડ લોન્ચ કરવામાં આવી છે. આ વેબ સાઇટમાં 400 થી વધુ દીકરા-દીકરીઓના બાયોડેટા મુકવામાં આવ્યા છે. પરિચય મેળાની વેબ સાઇટનું ચંદ્રકાંતભાઇ શેઠ સહીતના મહાનુભાવોની ઉ5સ્થિતિમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં ઉમેદવારોનો વિડીયો અપલોડ કરાશે: ચેતન વખારીયા
અબતક સાથેની વાતચીતમાં ચેતનભાઇ વખારીયાએ જણાવ્યું હતું કે, રોયલ વણીક મેરેજ બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. આજે અમે દીકરા-દીકરીઓ માટે પરિચય મેળાની વેબ સાઇટ લોન્ચ કરી છે. જેટલા ઉમેદવારો રજીસ્ટર હશે. તેને ઓટીપીના માઘ્યમથી બાયોડેટા જોઇ શકશે. માતા-પિતા અને ઉમદવારો કોઇપણ જગ્યાએથી લોગીન કરીને બાયોડેટા જોઇ શકશે. ઉમેદવારો જાતે જ ઘરે બેઠા જ બાયોડેટામાં ફેરફાર કરી શકશે. આગામી સમયમાં ઉમેદવારોનો એક વિડીયો પણ અપલોડ કરાશે.
ઉમેદવારો ઘેર બેઠા પોતાની પસંદગીનું પાત્ર શોધી શકે તેવો આશય: ચંદ્રકાંતભાઇ શેઠ
અબતકસાથેની વાતચીતમાં જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠએ જણાવ્યું હતું કે શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે રોયલ વણીક મેરેજ બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી અમે તૈયારીઓ કરી રહ્યા હતા. દરેક ઉમેદવારોના બાયોડેટા મંગાવેલ છે. અત્યાર સુધીમાં 400 થી વધુ બાયોડેટા આવી ગયાં છે. અમે આજે મોઢ વણીક સમાજના દીકરા-દીકરીઓ માટે પરિચય મેળાની વેબ સાઇટ લોન્ચ કરી છે ઇન્ટરનેશનલ લેવલ પર ઉમેદવારો વડીલો સાથે બેસીને એક બીજાની પસંદગી કરી શકશે.
ઓનલાઇન બાયોડેટા જોઇ શકશે. દર રવિવારે 9 થી 1 વાગ્યા દરમિયાન ઉમેદવારો પરિવાર સાથે આવીને ફાઇલમાં જોઇ શકશે. અને પોતાના મન પસંદ સાથીની પસંદગી કરશે. વેબસાઇટના માઘ્યમથી ઉમેદવારો ઘરે બેસીને પસંદગી કરી શકે તેવો અમારો આશય છે. જેમાં બહેનો માટે નિ:શુલ્ક તથા ભાઇઓ માટે રૂ. 999 રાખવામાં આવેલ છે. જેમાં પસંદગી મેળાનો જમણવારનો ખર્ચ આવી જશે. પહેલા મહાજન પ્રથા હથી. મહાજન દ્વારા વ્યવહારીક કામો હલ કરવામાં આવતા હવે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ઉમેદવારો પોતાની પસંદગીનું પાત્ર શોધી શકે તે માટે વેબ સાઇટ લોન્ચ કરી છે અને પરિચય મેળાનું પણ આયોજન કરીએ છીએ.