સુપ્રસિધ્ધ સિંગર, કમ્પોઝર અને ગીતકાર ઓમ દવે દ્વારા ગીતનું નિર્માણ; ગીતકાર ઓમ દવે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ભાઈ બહેનના પવિત્ર સંબંધનો અનોખો તહેવાર એટલે રક્ષા બંધન , બહેન ભાઈના કાંડે રક્ષા રૂપી પવિત્ર ધાગો બાંધી ભાઈને ચિરાયુ આશીર્વાદ પાઠવે છે .
આવા ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને યાદગાર બનાવતા પર્વ રક્ષાબંધન પર સાવ અલગ કોન્સેપ્ટ સાથે એક વિડિયો ગીત ” બેની આજે માંડવે પધારશે .. ’ સુપ્રસિદ્ધ સિંગર , કમ્પોઝર અને ગીતકાર ઓમ દવે દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
ભાઈને બહેનની સૌથી મોટી ખોટ ત્યારે પડે છે જયારે બહેન લગ્ન કરી હંમેશને માટે સાસરે જતી રહે છે. વિદાય પૂર્વે ભાઈ બહેનની લાગણીની વ્યથાને અંકિત કરતુ ” બેની આજે માંડવી પધારશે ” નવીનતમ કોન્સેપટ સાથે તૈયાર કરાયેલા વિડિયો સોંગમાં લગ્ન વિધિ દરમિયાન ભાઈ એની લાડલી બેનીને મંડપમાં ગીત ગાતા , હાથ પકડીને લઈ આવે છે અને એની બેનીનો હાથ મંડપ મધ્ય તેના પિયુના હાથમાં સોંપે છે.
આવો અનોખા ક્ધસેપ્ટ અને અંદાજ સાથેના આ વિડીયો ગીતનું સ્વરાંકન (કમ્પોઝિશન) ગીતના શબ્દો (લિરિક્સ ) ઓમ દવે દ્વારા કરવામાં આવેલ છે, તેમજ આ ગીતનો કંઠ પણ ઓમ દવે દ્વારા જ આપવામાં આવેલ છે . આ ગીત તા . 21-8-21 ને શનિવારના રોજ એટલે કે રક્ષાબંધન પૂર્વે ઓમ દવે ઓફિસિયલ યુ – ટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવશે.
બેની આજે માંડવે પધારશે વિડીયો ગીતમાં સંગીત તેમજ રેકોર્ડિંગ નીરજ વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે . ગીતમાં રીધમ એરેન્જમેન્ટ નિલેશ પાઠકે કરેલ છે . તબલા ઢોલ અને ઢોલક ભાર્ગવ જાની અને દેવાંગ જાની દ્વારા કરવામાં આવેલ છે.