પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) દ્વારા લોન્ચીંગ પાટીદાર તથા ગુજરાતી સમાજની વિગતો પ્રસિઘ્ધ
સમગ્ર ગુજરાત સહીત વિશ્ર્વમાં કડવા પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ વિવિધ સમાજપયોગી સેવા પ્રવૃતિઓ કરી રહી છે. આ તમામ સંસ્થાઓની મહત્વની સેવા પ્રવૃતિઓ લોકો સુધી સરળતાથી પહોંચે અને સમાજના જરુરીયાત મંદ લોકો મહત્વ લાભ ઉઠાવે તે દીધદ્રષ્ટિસાથે માહીતી અને ટેકનોલોજીના આ વર્તમાન યુગમાં ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયા ધામ રાજકોટ) દ્વારા એક સર્વાગી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ તથા તેની સહયોગી સંસ્થા પટેલ સેવા સમાજ રાજકોટ (સ્પીડ વેલ પાર્ટી પ્લોટ) તેમજ પટેલ પ્રગતિ મંડળ રાજકોટ (ફિલ્મ માર્શલ વાડીા ના આઇ.ટી. સેલના નિપુર્ણ કાર્યકરોએ તૈયાર કરેલી આ માહીતીથી ભરપુર મોબાઇલ એપ્લીકેશન નું લોન્ચીંગ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્મ માર્શલ) ના વરદ હસ્તે દશેરાના પાવન દિવસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.
સંસ્થાના સંગઠન ચેરમેન મનીષભાઇ ચાંગેલાની દીર્ધદ્રષ્ટિ અને માર્ગદર્શન સાથે સંસ્થાના યુવા સંગઠનના પ્રમુખ ડેનીશભાઇ કાલરીયા, ક્ધવીનર વિનુભાઇ ઇસોટીયા ઇન્ચાર્જ વિજયભાઇ ગોધાણી તથા સંયોજક પ્રફુલભાઇ સાપરીયાની સક્રિયતા સાથે તૈયાર કરવામાં આવેલી આ મોબાઇલ એપ્લીકેશન પ્લેસ્ટોર માંથી ડાઉનલોડ થઇ શકશે.
આ વિગતપૂર્ણ એપ્લીકેશનમાં કુળદેવી માં ઉમિયાના વિવિધ મંદિરોના નિત્ય લાઇવ દર્શનની સુવિધા છે. તો સાથો સાથ સોમનાથ, સાળંગપુર, દ્વારકા જેવા જગ વિખ્યાત મંદિરના પણ લાઇવ દર્શનની સુવિધા છે.
સમગ્ર દેશમાં અનેક સ્થળોએ કડવા પાટીદાર સમાજ, ગુજરાતી સમાજ યાત્રિકોની રહેવા-જમવાની સેવાકીય પ્રવૃતિ કરે છે. આ તમામ સંસ્થાની વિગતો ફોન નંબર સાથે ઉપલબ્ધ છે. મહતવની વાત એ છે કે કે આ સંસ્થાના ફોન નંબ્ર પર કિલક કરવાથી સીધો એ સંસ્થાને ફોન થઇ શકે તેવી સુવિધા પણ આ એપ્લીકેશન માં ઉપલબ્ધ છે.
સમાજ દ્વારા વિવિધ સહાય
ઉમિયા ધામ ઉંઝા દ્વારા શિક્ષણ સહાય, વિધવા સહાય આવે છે. ઉમિયા ધામ સીદસર દ્વારા પણ વિધવા સહાય અપાય છે તે રીતે ઘણી સંસ્થાઓ વિવિધ અનેક પ્રકારે સહાય આપે છે. તેની વિગતો જરુરીયાત મંદ લોકો સુધી પહોંચે અને આવસ સહાય યોજનાનો લોકો મહત્તમ લાભ ઉઠાવે તે માટે સંસ્થા સહાયની વિગતો પણ મોબાઇલ એપ્લીકેશનમાં સામેલ કરવામાં આવી છે.આજ રીતે સરકાર દ્વારા પણ ગ્રામ્ય અને શહેરી લોકો માટે કૃષિ, મહીલા, આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે અપાતી સહાયની વિગતો પણ સામેલ કરવામાં આવી છે.