મગફળીના ૩૦ ટકા પાકને નુકશાન પહોચાડતી ફુગ પર અસરકારક દવા

‘એવરગોલ એકસટેન્ડ’નું સૌરાષ્ટ્રમાં દબદબાભેર થયેલુ લોન્ચીંગ

દાયકાઓ જૂની જંતુનાશક દવા કંપની બાયર કોપ સાયન્સ પર નવી ફુગનાશક દવા બનાવવામા આવી છે. મગફળીના પાક પર થતી ફૂગનો નાશ કરતી આ ફુગનાશક દવા ‘એવરગોલ એકસટેન્ડ’નો સૌરાષ્ટ્રમાં લોન્ચીંગ અને ટ્રેનીંગ પ્રોગ્રામ ગઈકાલે રાજકોટના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. આ પ્રોગ્રામમાં કંપનીના અધિકારીઓ, ડીસ્ટ્રીબ્યુટરો અને ખેડુતોએ ઉપસ્થિત રહીને આ નવી દવા અંગેની માહિતી આપી હતી.

બાયર કંપની દ્વારા મગફળીના પાકમાં થતી ફૂગના રોગનો નાશ કરવામાં અસરકારક ‘એવરગોલ એકસટેન્ડ’ દવાનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ દવા બનાવવાની જરૂરીયાતો અંગેની વિગતો આપતા કંપનીના ગુજરાતના હેડ અલ્પેશભાઈ ઝાલાવાડીયાએ જણાવ્યું હતુ કે મગફળી ઉત્પાદનમાં ચીન બાદ ભારત બીજા નંબરે છે.

ભારતમાં થતા મગફળીના ઉત્પાદનનો ૩૦ થી ૩૫ ટકા હિસ્સો ગુજરાતનો હોય છે. હાલમાં મગફળીની માંગ ૯૦ લાખ ટન છે. જે આગામી ત્રણ ચાર વર્ષોમાં વધીને ૧ કરોડ ૩૦ લાખ થવાની સંભાવના છે. આગામી સમયમાં મગફળીની માંગ હજુ પણ વધવાની સંભાવના હોય ભવિષ્યમાં મગફળીમાં ખેડુતોને સારા વળતર મળવાની શકયતાઓ છે.

મગફળીના પાકમાં ઉગસુક અને ફુગનો રોગ જોવા મળે છે. આ રોગોના કારણે મગફળીનું ઉત્પાદન ૩૦ થી લઈને ૫૦ ટકા જેવું ઓછુ થાય છે. જેથી આ રોગોને કાબુમાં લેવા ખેડુતોના હિતમાં અતિ જરૂરી છે. જે માટે બાયર કંપનીએ પહેલા ઉગસુકના રોગ માટે ત્યારબાદ તાજેતરમાં સફેદ ફુગ માટે ‘એવરગોલ એકસટેન્ડ’ જંતુનાશક દવા બનાવી છે.

આ દવાઓનાં મગફળીના પાક પર છંટકાવ કરવાથી મગફળીનો વિપુલ પાક લઈ શકાશે તેમ ઝાલાવાડીયાએ આ લોન્ચીંગ પ્રોગ્રામમાં જણાવ્યું હતુ આ પ્રસંગે કંપનીના વેસ્ટર્ન રીજીયન હેડ સુનિલ નાયર, સૌરાષ્ટ્ર હેડ અલ્પેશભાઈ જાવીયા, જૂનાગઢ કૃષિ યુનિ.ના સંશોધકો, કંપનીના સૌરાષ્ટ્રભરના ડીસ્ટ્રીબ્યુટરો તથા ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એવરગોલ સીડ ટ્રીટમેન્ટ કરવાથી મગફળીમાં ૨૦ ટકા દાણા વધારે ઉગે છે: અશોકભાઈ અમીપરા

vlcsnap 2019 05 06 11h45m46s18

શ્રીનાથ માર્કેટીંગના છેલ્લા ૨૦ વર્ષથી જંતુનાશક દવાના ડીસ્ટ્રીબ્યુટર તરીકે કાર્યરત અશોકભાઈ અમીપરાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે એવરગોલની ટ્રીટમેન્ટ કર્યા પછી અને ટ્રીટમેન્ટ કર્યા વગર છેલ્લા ૩ વર્ષથી કંપનીએ ટ્રાયલ લીધેલી છે તેમાં એવું જોવા મળ્યું છે. ઓછામાં ઓછુ ૨૦ ટકા સીડ નાશ જાય છે. જેમાં એવરગોલ સીડટ્રીટમેન્ટ કરેલી હોય તેમાં દાણા ૨૦ ટકા વધારે ઉગે છે.

બીજી વસ્તુએ કે સુયાબેસવાની પરિસ્થિતિમાં જેમાં ૩૦ ટકા સુયા સીડ ટ્રીટમેન્ટમાં વધારે બેસે છે.સીડ ટ્રીટમેન્ટ વગરમાં ૩૦ ટકા ઓછા બેસે છે. સંખ્યા ઉત્પાદનમાં મોટો ફાયદો કરે છે. ત્રીજી વસ્તુએ છે કે તેના ખોરાક લેવાની મુળતંતુઓ અને મુળએ ટ્રીટમેન્ટ વગર વાવી અને ટ્રીટમેન્ટ સાથે વાવીએ તેમાં ૩૦ ટકા ફેર છે. અમે સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ટ્રાયલ લીધેલી છે.જેમાં મીનીમમ ૨૦ થી ૨૫ ટકાનો ફાયદો થાય છે.

ઉત્પાદનમાં ફાયદાની સાથે સીડ પણ બચે છે. ૨૦ કીલોએ ૧૬૦ રૂજેવી કોસ્ટ છે જે ફૂગનાશક દવામાં વ્યાજબી ભાવ છે. એવરગોલ્ડ સાથે મૂંડા માટે ગમે તે દવા આપી શકાય છે. મૂંડા માટે જે કાંઈ દવા લીસડા કે ગોચો ગમે તે આપી શકાય અથવા સાથે પણ આપી શકાય છે. આ લોન્ચીંગ અને ટ્રેનીંગ પ્રોગ્રામ જંનુનાશક દવાના વેપારીઓમાં ખેડુતોઓને માર્ગદર્શન આપવા રાખેલો છે. મગફળીમાં મુડામાં જે મોટામાં મોટુ ડેમેજ થતુ તેને અટકાવી શકાય છષ. અત્યાર સુધીના ટ્રાયલો ખૂબજ સરસ રહ્યા છે.

૧૬૫ વર્ષ જૂની બાયર કંપની જંતુનાશક દવાઓનાં ઉત્પાદનમાં અગ્રેસર: લલીતભાઈ રાબડીયાvlcsnap 2019 05 06 11h45m02s92

જામનગરના બાયર કંપનીના ડીસ્ટ્રીબ્યુટર લલીતભાઈ રાબડીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે બાયર કંપનીએ ૧૬૫ વર્ષ કરતા પણ જૂની જંતુનાશક દવા બનાવતી કંપની છે. જે દર વર્ષે ખેડુતો માટે તેમનીજ‚રીયાત મુજબની જંતુનાશક દવાઓ બનાવે છે. બાયર કંપની ખેડુતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સતત સંશોધન કાર્ય કરી રહી છે. ઉપરાંત ખેડુતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેમની જ‚રીયાત મુજબની પ્રોડકટ બનાવીને બજારમાં વેંચવા માટે મૂકે છે.

વાયર કંપનીએ મગફળીની ફુગ માટે સૌ પ્રથમ વખત ફુગનાશક દવા બનાવી છે: ઓધવજીભાઈ રાબડીયા

vlcsnap 2019 05 06 11h45m26s72

રાજકોટમાં બાયરના ડીસ્ટ્રીબ્યુટર સાગર એગ્રોના સંચાલક ઓધવજીભાઈ રાબડીયાએ અબતક સાથેની વાતચીત દ્વારા જણાવ્યું હતુ કે છેલ્લા ૩૦ વર્ષથી અમો બાયરના ડિસ્ટ્રીબ્યુટર છે. એવરગોલ પ્રોડકટએ મગફળીના દાણાને બિયારણને પટ આપવા માટેની એક ફુગનાશક છે. ખેડુતો મગફળી વાવે તેના ૩૦ દિવસ પછી તેના પર કાળી ફુગ લાગે છે. અને ૩૦ દિવસ દ્વારા થતા ઉત્સુગ નામનો રોગ આવે છે.

ફુગ માટે અત્યાર સુધી ઈન્ડસ્ટ્રીઝમાં અંદર એક પણ ફુગનાશક પ્રોડકટ જ નહોતી જેથી ખેડુતો માટે પહેલીવખત આવી પ્રોડકટ બનાવામાં આવી છે. કે જેથી બાયરે આ પહેલી પ્રોડકટ બનાવામાં આવી છે. જે મગફળીના દાણાનો ૨૦% બગાડ થતો હતો. જે એવરગોલ એકસટેન્ડ એ જે ડેમેજ થતો હતો તેમને બચાવ્યું હતુ અને ખર્ચાની વાત કરીએ તો ૨૦ કિલો દાણામાં કુલ ૧૬૦ રૂપીયાનો ખર્ચો છે.

૨૦ કીલો એવરગોલ્ડ જોઈએ છે જેમાં ખેડુત ને ચારથી પાંચ હજારનો ફાયદો થાય છે. બાયરની સાથે બીજી પ્રોડકટ પણ છે. જેમાં મુંડા આવે છે. અને જેના માટે ગૌચો કરીને પ્રોડકટ છે. અને લીસંટા કરીને પ્રોડકટ છે. તો ગૌચો અને એરવગોલ અને એવરગોલ્ડ અને લીસંટાનું મીક્ષ કરીને તો મગફળીનો ઉતારો વધારે ઉતરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.