માત્ર રૂ.198ના માસીક રેટથી દસ એમબીપીએસ અનલીમીટેડ હોમ બ્રોડબેન્ડ-લેન્ડલાઈન કોલ્સનો ઉપહારથી ગ્રાહકોને ફાયદા હી ફાયદા

જિયોએ એક નવા હોમ બ્રોડબેન્ડ “બેક-અપ પ્લાન”ની જાહેરાત કરી છે. આ બેકઅપ બ્રોડબેન્ડ કનેક્શન લાઇવ સ્પોર્ટ્સ સહિત અન્ય સામગ્રી ઉપરાંત આગામી ટાટા આઈપીએલ ટુર્નામેન્ટની અવિરત સ્ટ્રીમિંગને સક્ષમ બનાવે છે. ગ્રાહકોને એક ક્લિકથી 1/2/7 દિવસના વિકલ્પો સાથે જ્યારે જરૂર હોય ત્યારે સ્પીડ (10 એમબીપીએસથી 30/100 એમબીપીએસ) અપગ્રેડ કરવાનો વિકલ્પ મળે છે.

આ પ્લાન અવિશ્વસનીય બ્રોડબેન્ડ કનેક્શન ધરાવતા ઘરોને   વિશ્વસનીય, ઓલવેય્ઝ-ઓન બેકઅપ કનેક્ટિવિટી પૂરી પાડીને મદદ કરશે. આ પ્લાન અનકનેક્ટેડ ઘરો માટે એક જોડાણ તરીકે પણ કામ કરશે, જે શીખવા માટે, કામકાજ માટે, મનોરંજન અને અન્ય ઘણાબધા કાર્યો માટે અવિરત અનુભવો મેળવવા માટે યુઝરને સક્ષમ બનાવશે.

આ પ્લાનના લોન્ચ અંગે ટિપ્પણી કરતા જિયોના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતના સૌથી મોટા હોમ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર તરીકે અમે જિયોમાં ગ્રાહકની તેના ઘરે વિશ્વાસપાત્ર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે ચોવીસ કલાક જોડાયેલા રહેવાની જરૂરિયાતને સમજીએ છીએ. જિયોફાઇબર બેકઅપ સાથે અમે ઘરો માટે વૈકલ્પિક વિશ્વસનીય બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઓફર કરવા માંગીએ છીએ.

બેક-અપ કનેક્શનનો આ નવો કોન્સેપ્ટ ગ્રાહકને પોસાય તેવા ભાવે ડેટાના સુનિશ્ચિત સપ્લાય સાથેની વૈકલ્પિક બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો વિકલ્પ આપે છે.

આ પ્રકારના કનેક્શન્સના અપાર લાભોનો અનુભવ કરીને ગ્રાહકો કોઈ મુશ્કેલી વગર વધુ સ્પીડ માટે અપગ્રેડ કરી શકે છે.

નવું જિયો ફાઈબર બેક-અપ કનેક્શન કેવી રીતે મેળવશો?

  1. બેકઅપ પ્લાન રૂ. 1490 – 5 મહિનાની સેવા (રૂ. 990) અને ઇન્સ્ટોલેશન ચાર્જિસ (રૂ. 500)
  2. રૂ. 500 / 1000 એન્ટરટેઇનમેન્ટ અપગ્રેડ – 100/200 રૂપિયા પ્રતિ મહિને પાંચ મહિના માટે
  3. જીએસટી લાગુ
  4. નવું જિયોફાઇબર બેક-અપ કનેક્શન 30મી માર્ચ 2023થી ઉપલબ્ધ થશે
  5. નવું કનેક્શન બૂક કરવા માટે 60008 60008 પર મિસ્ડ કોલ કરો, jio.com/fiberની મુલાકાત લો, નજીકના જિયો રિટેલરની મુલાકાત લો અને રૂ. 99 ચૂકવી બેક-અપ કનેક્શન બૂક કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.