૬૫ ઇંચનું ૨.૫૭ મીમી જેટલું સ્લીમ ડોલ્બી વિઝનટીએમ અને ડોલ્બી એડમોઝ ટેકનોલોજી ધરાવતું આ સ્માર્ટ ટીવી પ્રિમીયમ ગ્રાહકોના મન મોહી લેશે
એલજી ઇલેકટ્રોનીકસ ઇન્ડિયા એ તેના સિગ્નેચર એલજી ઓએલઇડી ડબ્લ્યુ ૭ ટીવીનું ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલા કિરણ ઇલકેટ્રોનીકસમાં લોન્ચીંગ કર્યુ હતું. આ અંગે વિગત આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.
ડબ્લ્યુ ૭ સીરીઝની નાવીન્યપૂર્ણ ડિઝાઇન એલજી સિગ્નેચરની લેસ ઇઝ મોર ફિલોસોફીનું અનુસરણ કરે છે. જે એકલા સ્કીનની સુદરતા પર ભાર આપતા જ બધું જ દુર રાખે છે. ડબ્લ્યુ ૭ ની સ્લીક રેઝર, થીમ રુપરેખા ટીવી મીડ-એરમાં સુંદર દેખાય છે. જેની લીધે તેમાં વધુ રોમાંચનો ઉમેરો થાય છે. ઓએલઇડી પેનલ ૬૫ ઇંચ મોડેલમાં ફકત ૨.૫૭ મીમી પાતળી છે. જે ફકત મેગ્નેનીક બ્રેકેટસથી સીધા જ દિવાલ પર ટીંગાડી શકાય છે. જેને લીધે ટીવી અને દીવાલ વચ્ચે કોઇપણ અંતર રહેતું નથી. વળી તેમાં બોલકણા સ્પીકર્સ અને અફલાતુન ડોલ્બી એટમોઝ સાઉન્ડ રોમાંચને પરિપૂર્ણ કરે છે. ડબ્લ્યુ ૭ સીરીઝની આ ડીઝાઇન ટીવી નહીં પણ બારીની બહાર જોઇ રહ્યા હોય તેવો આભાસ કરાવે છે. ઓએલઇડી ટીવીમાં પિકચર , ઓન વોલ ડીઝાઇન અને ડોલ્બી વીઝનટીએમ અને ડોલ્બી એડમોઝ ટેકનોલોજી ઘરમાં સિનેમા જોતા હોય તેવો બેજોડ અહેસાસ કરાવે છે. ટીવીની અંદાજીત રકમ ૧ર લાખ આસપાસ છે.
ડબ્લ્યુ ૭ સીરીઝ અને બધાં એલજી ૨૦૧૭ ઓએલઇડી ટીવી ડોલ્બી વિઝન સાથે એકટીવ એચડીઆરથી સમૃઘ્ધ છે. જે એચડીઆર ફોર્મેટસની ફુલ પેલેને ટેકો આપે છે. આ વર્સોટિલીટી તેના નવા એચડીઆર ઇફેકટ ફીચરથી વધુ સમૃઘ્ઘ્ બને છે. જે ચોકકસ ક્ષેત્રમાં બ્રાઇટનેસ
સુધારવા, કોન્ટ્રાસ્ટ રેશિયો બહેતર બનાવવા અને વધુ અચુક ઇમેજીસ આપવા માટે સ્ટાન્ડર્ડ ડેનીફીશન ક્ધટેન્ટ ફેમ-બાય- ફ્રેમ પ્રક્રિયા કરે છે. આ અનોખું ટીવી બધા વ્યુઇંગ એન્ગલ્સમાં કોન્ટ્રાસ્ટ અને રંગમાં પણ ખરાબી વિના પરફેકટ વ્યુઇંગ એન્ગલ આપી શકે છે. (ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાથી ટીવી કાર્યક્રમ જોતા હોય ત્યારે પરીવાર માટે અત્યંત ઉપયોગી)
એલજી ઇલેકટ્રોનિકસ ઇન્ડિયાના મયુર રાજપુરા, શાખા મેનેજર રાજકોટએ જણાવ્યું હતું કે ઓએલઇડી ટીવીની સિગ્નેચર શ્રેણી ડબ્લ્યુ ૭ અત્યાધુનિક ટેકનોલોજીઓ અને ઉત્તમ એસ્થેટિકસને એકીકૃત કરવા સાથે ભારતીય ગ્રાહકોને સશકત બનાવવાના અમારા ઘ્યેયની રેખામાં છે. ઓએલઇડી ટીવીની શ્રેણી કનેકિટવીટીની દ્રષ્ટિથી ખાસ વિશિષ્ઠતા સાથે નિશાન કરાઇ છે. તે નવું વેબઓએસ ૩.૨ યુઝર ઇન્ટરફેસ ઉપયોગ કરે છે.
જે આસાન, જ્ઞાનાકાર નેવિગેશન અને અમર્યાદિત મનોરંજન વિકલ્પો આપે છે. દર્શકો હવે યુટયુબ થકી અમર્યાદિત નિયમીત ક્ધટેન્ટને પહોંચ સાથે નેટફિલકસ, અમેઝોન પ્રાઇમ વિડીયોઝ જેવી નવી અને લોકપ્રિય ૪કે સેવાઓનો આનંદ લઇ શકે છે. સ્માર્ટ કામગીરી મેજીક રીમોટનો ઉપયોગ કરીને ઘણા બધાં ડિવાઇસીસને નિયંત્રણમાં રાખવામાં મદદરુપ થાય છે. તે સ્કોલ, ગેસ્ચર અથવા વોઇસ કમાન્ડસનો ઉ૫યોગ કરે છે. જેને લઇ તે ઉપભોકતા મૈત્રીપૂર્ણ છે. મેજીક ઝૂમ ફીચર સાથે ઉપભોકતાઓ પિકચરની ગુણવત્તાને અસર થયા વિના સ્કીન પર ઓબ્જેકટસ અને પિકચર્સમાં ઝૂમ કરી શકે છે.
ઓએલઇડી ટીવીનો મુખ્ય સંદેશ સાદગી અને અનુકુળતા છે. ઓએલઇડીનું ડોલ્બી, વિઝનટીએમ, ડોલ્બી એટમોઝ અનન્ય પિકચર અને સાઉન્ડ ગુણવતાનું અનુકુળ સંયોજન પ્રદાન કરે છે. પરફેકટ બ્લેક પર પરફેકટ કલબની સંકલ્પના ઓએલઇડીની મુખ્ય વિશિષ્ટતા છે. ઓએલઇડી ટીવીએ તેની વોલ પેપર સ્લિમ ડીઝાઇન સાથે ટીવીના ભાવિનો નવો દાખલો બેસાડયો છે.