બજેટ ફ્રેન્ડલી માઈક્રો SUVની શું છે ખાસ વાત??
ભારત હોય કે અન્ય કોઈ દેશ,ગાડી લેવી એ એક સ્ટેટસની વાત ગણાય છે. એમાં પણ માધ્યમ વર્ગનો વ્યક્તિ જ્યારે ગાડી ખારીદે છે એ તેના માટે સ્ટેટસ કરતા પણ એક અચીવમેન્ટ ગણાય છે. ત્યારે હ્યુન્ડાઈ લઈને આવ્યું છે બજેટ ફ્રેન્ડલી SUV ગાડી. Exter SUVનું હ્યુન્ડાઈ કંપનીએ આજે લોન્ચિંગ કર્યું છે, જેના ફીચર્સને લોકો અવગણી નહિ શકે.
આ Exter SUV Wagon-R, TATA PUNCH, સિટ્રોન C3 ગાડીઓને ટક્કર આપવા જઈ રહીછે, તો આવો જોઈએ શું છે એના ખાસ ફીચર્સ?
હ્યુન્ડાઈ Exter SUV કેબીન અને ડીઝાઇન
હ્યુન્ડાઈ દ્વારા આ ગાડીના ફ્રન્ટ સાઈડમાં સ્પ્લીટ હેડલાઈટ H શેઈપ સાથે એલઈડી ડીઆરએલ આપવામાં આવ્યા છે. આ માઇક્રો એસયુવીની બોક્સી ડિઝાઇન કરવામાં આવી છે. કેબિનમાં 8 ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે ડ્યૂલ ડિજિટલ ડિસ્પ્લેની ડીશ છે, જેમાં ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઉપલબ્ધ છે.
કંપનીએ હ્યુન્ડાઈ એક્સ્ટરને તેના ગ્રેંડ આઈ10 નિયોસ અને ઓરાવાળા પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. સાથે જ તેના કેબિનના લેઆઉટનો પણ ઉપયોગ કર્યો છે. આ માઈક્રો એસયુવીમાં ક્રુઝ કંટ્રોલ, ઈલેક્ટ્રિક સનરૂફ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, સ્ટીયરિંગ વ્હિલ માઉન્ટેડ કંટ્રોલ, રેર એસી વેન્ટ્સ જેવા ફીચર પણ ઉપલબ્ધ છે. હ્યુન્ડાઈ એક્સ્ટર દેશમાં સનરૂફ સાથે આવનાર સૌથી ફાયદાકારક કાર બની શકે છે.
હ્યુન્ડાઈ એક્સ્ટર એન્જિન
Exter SUVના એન્જીન વિષે વાત કરીએ તો તે એસયુવી 1.2l ફોર સિલિન્ડર પાવર એન્જિનથી લેસ આવશે, 83PS ની મહત્તમ પાવર અને 113NMનું પીક ટોર્ક જેનરેટ કરે છે. 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઓટોમેટિક ગિયરબોક્સ પણ ઉમેરાયેલ છે. તેની કિંમત તેની વાત કરો, તે 6 લાખ રૂપિયા એક્સ-શોરૂમની શરૂઆતની કિંમત પર લોન્ચ થઈ શકે છે.
તો અમને કોમેન્ટ બોક્ષમાં જણાવો કે શું આ ગાડી TATA PUNCH, સિટ્રોન C3 ને ટક્કર આપી શકવા શક્ષમ છે કે નહિ???