રાજકોટમાં સૂર્ય ઓટોલિન્કમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ: પત્રકાર પરિષદમાં અપાય માહિતી
ગુજરાતમાં સૌ પ્રથમ ડીએમડબલ્યું કંપની દ્વારા રાજકોટ ખાતેથી ઈલેકિટ્રક ઓટો રીક્ષા સાથે સ્કૂટર અને સાયકલની વિશાળ રેન્જ લોન્ચ કરવામાં આવી છે. રાજકોટમાં સૂર્ય ઓટોલિન્ક દ્વારા ઈલેકિટ્રક વ્હીકલની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં રીક્ષા, સ્કૂટર, માલવાહક, સાયકલ સહિતના પ્રોડકટની રેન્જ આજથી ઉપલબ્ધ છે.
લોન્ચિંગ સાથે જોડાયેલી પત્રકાર પરિષદમાં વિશેષ વિગતો પાઠવવામાં આવી હતી. ડીએમડબલ્યું કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોમાં સૌથી વધુ આકર્ષક છે. બ્રહ્મહસ્ત્ર ઓટો રીક્ષા, જે મજબૂતાઈ સાથે પ્રદુષણ મુકત પર્યાવરણ માટે સાનુકુળ છે, તો દિલકશ પેસેન્જર ઈ રીક્ષા પણ આકર્ષક છે. જે તેની ક્ષમતા અને વિશેષતાને પગલે ચાલાક અને મુસાફર બંનેને માટે સાનુકુળ બની રહેનાર છે. તો સ્ટેરીંગ વ્હીલ સાથેની ડીએમડબલ્યું એસ ૨ ભારતની સૌ પ્રથમ, લેકિટ્રક સ્ટેરીંગ થ્રિવ્હીલર રીક્ષશ છે માત્ર ૫૦ પૈસા પતિ કિમીના ચાર્જિંગ ઉપર ઓટો રીક્ષા કિફાયતી અને ટકાઉ તેમજ મજબૂત મિકેનિઝમ પૂરૂ પાડે છે.
તો ખાસ માલવાહક લોડેર પણ પર્યાવરણને અનુકુળ થઈ ને માલસામાનની હેરફેર માટે ઉપલબ્ધ છે. તેની ૧૨૫૦ વોલ્ટની મોટર સામાનની હેર ફેર માટે ઉત્તમ બની રહેશે. યુવા વર્ગ માટે આકર્ષક દેખાવ અને સ્ટાઈલીસ્ટ મોટર સાયકલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે સાથે સાથે બે મોડેલની બાઈસીકલ પણ આકર્ષક છે. જે પર્યાવરણ સાથે તંદુરસ્તી માટે ઘરના દરેક સદસ્ય ને જરૂરી બની રહેનાર છે.